Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

જામનગર-માણાવદર ST બસ સેવા ફરી શરૂ:દોઢ વર્ષ બાદ વેપારીઓ-ગ્રામજનોની રજૂઆતથી અનેક ગામોને લાભ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 5 views
જામનગર-માણાવદર ST બસ સેવા ફરી શરૂ:દોઢ વર્ષ બાદ વેપારીઓ-ગ્રામજનોની રજૂઆતથી અનેક ગામોને લાભ
જામનગરથી વાયા લાલપુર, માણાવદર અને મઢડા જતી એસ.ટી. બસ સેવા દોઢ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આ સેવા કોઈ કારણોસર બંધ થવાથી વેપારીઓ અને ગ્રામજનોને મુશ્કેલી પડતી હતી. લાલપુરના વેપારીઓ અને ગ્રામજનોએ આ બસ સેવા પુનઃ શરૂ કરવા માટે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડાને રજૂઆત કરી હતી. આ બસ સેવા ફરી શરૂ થતાં લાલપુર સહિત આસપાસના વિસ્તારોના લોકોને મોટી રાહત મળશે. લાલપુર, હરિપર, તણ પાટીયા, જામજોધપુર, સતાપર, ખાગેશ્રી, કુતિયાણા, બાંટવા અને માણાવદર સહિતના અનેક ગામોના મુસાફરોને તેનો સીધો લાભ મળશે. બસ જામનગરથી બપોરે ૨ વાગ્યે ઉપડશે અને અંદાજે 3 વાગ્યે લાલપુર પહોંચશે. આ બસ સેવા પુનઃ શરૂ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan