Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: વટવા પોલીસે ઓડિશાથી લવાતો 10 લાખનો ગાંજો ઝડપી પાડ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
Ahmedabad News: વટવા પોલીસે ઓડિશાથી લવાતો 10 લાખનો ગાંજો ઝડપી પાડ્યો
અમદાવાદના વટવા રિંગ રોડ પર આવેલી રોપડા ચેક પોસ્ટ નજીક વટવા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક શખ્સને શંકાસ્પદ હાલતમાં અટકાવ્યો હતો. પૂછપરછમાં તેનું નામ નાઝીમઅહમદ અબ્બાસ શાહ (ઉંમર 36 વર્ષ, રહે. ધુળે, મહારાષ્ટ્ર) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલી ટ્રાવેલિંગ સૂટકેસની તપાસ કરતા તેમાંથી 10 પાર્સલમાં પેક કરેલો ભૂખરો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. FSL તપાસમાં આ જથ્થો ગાંજો હોવાનું પુરવાર થતાં પોલીસે 20 કિલો 220 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 10,11,000 થાય છે તેને જપ્ત કર્યો હતો. એક ટ્રીપના રૂ. 10 હજારની લાલચે બન્યો કેરિયર પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નાઝીમે કબૂલાત કરી હતી કે, તેને આર્થિક તંગી હોવાથી રાજકોટના શુભમ પરમાર નામના શખ્સે ઓડિશાથી ગાંજો લાવવાનું કામ સોંપ્યું હતું. આ કામ બદલ તેને પ્રતિ ટ્રીપ રૂ. 10,000 આપવાનું નક્કી કરાયું હતું. 9 સપ્ટેમ્બરે ઓડિશાના ભુવનેશ્વર પહોંચી તેણે દીબાના મુની અને મુકેશ નામના શખ્સો પાસેથી ગાંજાથી ભરેલી આ સૂટકેસ મેળવી હતી અને રૂ. 25,000 ઓનલાઈન ચૂકવ્યા હતા. રાજકોટ ડિલિવરી પહોંચાડે તે પહેલા ખેલ તમામ ઓડિશાથી ખાનગી બસ અને ટ્રાવેલ્સ મારફતે આણંદ થઈને આરોપી અમદાવાદના રોપડા ચાર રસ્તા પાસે ઉતર્યો હતો. અહીંથી તેને માલ લઈને રાજકોટ પહોંચવાનું હતું. પરંતુ રાજકોટ ડિલિવરી થાય તે પહેલાં જ બાતમીના આધારે વટવા પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. NDPS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ વટવા પોલીસે આરોપી પાસેથી ગાંજો, રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ રાજકોટના શુભમ પરમાર અને ઓડિશાના સપ્લાયરોની સંડોવણી તેમજ આ આખા ડ્રગ્સ નેટવર્કની કડીઓ શોધવા માટે તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો: Ahmedabad: નારોલ અને દાણીલીમડામાંથી ચોરાયેલી રિક્ષાઓ સાથે 3 શાતિર ચોર ઝડપાયા; 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan