Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પાદરા-જંબુસર રોડ અકસ્માત ઝોન બન્યો:વડોદરા નજીક કુરાલ ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા કારચાલકનું મોત, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 5 views
પાદરા-જંબુસર રોડ અકસ્માત ઝોન બન્યો:વડોદરા નજીક કુરાલ ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા કારચાલકનું મોત, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર રોડ અકસ્માત ઝોન બની ગયો છે. પાદરાના કુરાલ ગામ નજીક એક વધુ જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ગંભીર બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પાદરા-જંબુસર રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન કુરાલ ગામ નજીક પહોંચતા જ અચાનક આગળ ચાલી રહેલા એક કન્ટેનર પાછળ આ કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, કારનો આગળનો ભાગ કન્ટેનરની અંદર ધસી ગયો હતો અને કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ વડું પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મૃતક ચાલકના મૃતદેહને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ તેમજ આગળની પ્રક્રિયા માટે વડું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ભીષણ અકસ્માતને કારણે પાદરા-જંબુસર હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વડું પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાદરા-જંબુસર રોડ પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ માર્ગ પર વધતા અકસ્માતોને અટકાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય ટ્રાફિક નિયંત્રણ અને કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. હાલ વડું પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan