Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટમાં આઇવે પ્રોજેક્ટના CCTV કેમેરાની 30 બેટરીની ચોરી:આઉટડોર યુનિટના લોક તોડી ચોરી કરતા શખ્સની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 10 બેટરી કબ્જે કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
રાજકોટમાં આઇવે પ્રોજેક્ટના CCTV કેમેરાની 30 બેટરીની ચોરી:આઉટડોર યુનિટના લોક તોડી ચોરી કરતા શખ્સની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 10 બેટરી કબ્જે કરી
રાજકોટ શહેરમાં સુરક્ષા અને દેખરેખ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આઈવે પ્રોજેક્ટને નિશાન બનાવી તીસરી આંખને અંધાપો આપવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. શહેરના વિવિધ મુખ્ય ચાર રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટના લોક તોડીને કુલ 30 બેટરીઓની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકમાં આરોપી રવિ વઢવાણિયાની ધરપકડ કરી ચોરીમાં ગયેલી 10 બેટરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રૂ.36,000ની કિંમતની 12 બેટરીઓ ગાયબ ​આઈવે પ્રોજેક્ટમાં ઇનોવર્ક કંપનીના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને બાલજી હોલ પાછળ રહેતા સ્મીતભાઈ જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સનું કામ સંભાળે છે. ગત તા.20 જૂનના રોજ નાના મૌવા સર્કલ કન્ટ્રોલ રૂમ ખાતેથી ચેકિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા માલવીયા આર.કે.સી ચોક અને જ્યુબેલી ચોકના સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આથી મેન્ટેનન્સ ટીમ દ્વારા ત્યાં જઈને તપાસ કરતા આઉટડોર યુનિટનું લોક તૂટેલું હતું અને તેમાંથી રૂ.36,000ની કિંમતની 12 બેટરીઓ ગાયબ હતી. રૂ.27,000ની 9 બેટરીઓની ચોરી થઈ ગત તા. 9 સપ્ટેમ્બરના રોજ ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવતા એ ડિવિઝન વિસ્તારના ગુંદાવાડી, સંગણવાચોક અને ભુપેન્દ્રરોડ વોર્ડ ઓફિસ પાસેના આઉટડોર યુનિટના લોક તોડીને રૂ.27,000ની 9 બેટરીઓની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. એ જ દિવસે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના દૂધસાગર મેઇન રોડ પર ફારુકી મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પાસેથી રૂ.9,000ની 3 બેટરીઓ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળના જામટાવર ચોક ખાતેથી એક્સાઇડ કંપનીની 12 વોલ્ટની રૂ.18,000ની કિંમત ધરાવતી 18 બેટરીઓની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. બેટરી ચોર રવિ વઢવાણિયાની ધરપકડ કરી ​આમ અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 30 બેટરી ચોરાઈ હોવાની ઘટનાઓ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે તપાસ હાથ ધરી બેટરી ચોરી કરનાર રવિ વઢવાણિયાની ધરપકડ કરી તેની પાસેથી 10 બેટરીઓ કબ્જે કરી અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ બાકીની ચોરાયેલી બેટરીઓ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan