environment
બનાસકાંઠાના વિંછીવાડી ખાતે બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ, દેશમાં પ્રથમવાર ‘ગ્રામીણ ભારત ટેક્સી’નો પ્રારંભ કરાયો
Palanpur News: બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયો-સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
Read full article on Gujarati Jagran