top
ભમરી કુંડા ગામે 8 ફૂટના અજગરનું રેસ્ક્યુ:ખેતરમાં દેખાતા ખેડૂત અને બાળકોમાં ફફડાટ ફેલાયો, એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટે ભારે જહેમતે પકડી જંગલમાં છોડ્યો
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામે એક ખેડૂતના ઘર નજીક આવેલા ખેતરમાંથી આશરે 8 ફૂટ લાંબો અજગર નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ખેતરમાં વિશાળકાય અજગર નજરે પડતાં જ સ્થાનિક ખેડૂતો અને બાળકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વનવિભાગ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ખેતરમાં અજગર હોવાની જાણ થતાં જ ખેડૂતે તુરંત જ વનવિભાગને ઘટના અંગે માહિતી આપી હતી. બનાવની જાણ થતાં જ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોની ટીમ અને સંતરામપુર વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડાયો રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ 8 ફૂટ લાંબા આ અજગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધો હતો. અજગર સફળતાપૂર્વક પકડાઈ જતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. પકડી લેવાયેલા અજગરને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતરામપુર વનવિભાગની ટીમ દ્વારા ઊંડા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar