crime
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીનીઓએ રિપોર્ટર બનીને ખરાબ રસ્તો બતાવ્યો:છત્રીને માઈક બનાવીને બોલી- રસ્તા અને ખાડાઓનો ખબર પડતી નથી; MLAએ રિપેર કરાવી
મહારાષ્ટ્રના રાયગઢમાં ખરાબ રસ્તાની રિપોર્ટિંગ કરી રહેલી શાળાની વિદ્યાર્થીનીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિદ્યાર્થીનીઓએ રસ્તાના ખાડા બતાવતા એકબીજા સાથે રિપોર્ટરની જેમ સવાલ-જવાબ કર્યા. પરિણામ એ આવ્યું કે સ્થાનિક ધારાસભ્યએ રસ્તાના ખાડા પુરાવી દીધા. આ રસ્તો કરજત તાલુકાના ખાંડપે-કોંડિવડે તરફ જાય છે. ધારાસભ્યએ કહ્યું કે વરસાદને કારણે રસ્તાનો અમુક ભાગ ધોવાઈ ગયો હતો. ચોમાસું પૂરું થયા પછી નવો રસ્તો બનાવવામાં આવશે. રસ્તા પર પડેલા ખાડાઓની એક તસવીર... ખરાબ રસ્તા પર વિદ્યાર્થીનીનો કટાક્ષ- ચાલવા પર પેટનું પાણી પણ નથી હલતું મુંબઈથી રાયગઢ 164 કિલોમીટર દૂર છે. વીડિયોમાં એક વિદ્યાર્થીની નેહા પોતાની છત્રીને માઈક બનાવે છે અને બીજી વિદ્યાર્થીની સાથે વાત કરે છે. ત્રીજી વિદ્યાર્થીની કેમેરામેનનું કામ કરે છે. તે રસ્તાની ખરાબ હાલત પર સવાલ કરે છે. આના પર બીજી છોકરી મરાઠીમાં જવાબ આપે છે, 'આ રસ્તો સમૃદ્ધિ મહામાર્ગ જેવો છે. ચાલવાથી પેટનું પાણી પણ હલતું નથી. આ પગપાળા ચાલવા લાયક પણ નથી.' ત્રીજી વિદ્યાર્થીની, જે મોબાઈલથી વીડિયો બનાવતી વખતે કેમેરાપર્સન બની હતી, તે રસ્તાના ખાડા બતાવતા કહે છે- ખબર નથી પડી રહી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો. વીડિયોના અંતમાં એક વિદ્યાર્થીની કહે છે, ‘આ રિપોર્ટર નેહા ઘારે છે અને તેમની સાથે કેમેરાપર્સન માનસી પવાર છે.’
Read full article on Divya Bhaskar