business
લોલમલોલ! ટાંકી બન્યા વગર પાસ થઈ ગયા 50 લાખ
પાણી ટાંકી બની નહીં, પરંતુ 50 લાખનું બિલ પાસ થઈ ગયું. સાંભળીને થોડી નવાઈ લાગેને. પરંતુ આ ચોંકાવનારો કિસ્સો પાલીતાણામાં બન્યો. સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકીનું સ્થળ પર કામ ન થયું હોવા છતાં 50 લાખ 43 હજારનું બિલ મંજૂરી માટે આવતા ખળભળાટ મચ્યો છે. મહત્વનું છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ 13 દિવસ પહેલા પાલીતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી. ત્યારે હોસ્પિટલ માટે મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા મળી ન હતી. આખરે સમગ્ર મામલે તપાસમાં ટાંકીનું કામ થયું ન હોવા છતાં લાખોનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું ધ્યાન આવ્યું હતું. જેને પગલે હાલ સમગ્ર મામલે મંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી બિલ મંજૂર કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ ધર્મનંદન કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરવાના આદેશ આપ્યા છે.
Read full article on News18 Gujarati