Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Gandhinagar News : Instagram પર ફેક કંપની બનાવી રૂ. 2.53 કરોડની ઠગાઈ, 2 આરોપી ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 11, 2026 👁 8 views
Gandhinagar News : Instagram પર ફેક કંપની બનાવી રૂ. 2.53 કરોડની ઠગાઈ, 2 આરોપી ઝડપાયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બોગસ (ફેક) કંપનીના નામે પેજ બનાવી લોકોને ફસાવતી એક મોટા ગજાની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. શાતિર ઠગોએ રોકાણકારો તેમજ વેપારીઓને દર મહિને 20% જેટલું અધધ પ્રોફિટ આપવાની લાલચ આપીને કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાની જાળ પાથરી હતી. આ લાલચમાં આવી ગયેલા અનેક લોકો પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 2.53 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને ઠગાઈ આચરવામાં આવી હતી. સાવરકુંડલા-અમરેલીમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા આટલી મોટી રકમની ઓનલાઈન છેતરપિંડી થતાં જ સાયબર સેન્ટરની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટના લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાયબર ટીમે દરોડો પાડીને સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાંથી બંને મુખ્ય આરોપીઓ કિશન સાવલિયા અને હાજા રાઠોડની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા ડિજિટલ સાધનો અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. 34 ઓનલાઇન ફરિયાદો અને 11 FIR નોંધાઈ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ રીઢા સાયબર ક્રિમિનલ છે. આ શાતિર ઠગો સામે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ 34 જેટલી ઓનલાઇન સાયબર ફરિયાદો તેમજ 11 જેટલી ગંભીર FIR પહેલેથી જ નોંધાયેલી છે. હાલ સાયબર સેલ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Rajkotમાં છરી સાથે લેડી ડોનનો આતંક, પૈસાની લેતીદેતીમાં કાકા પર કર્યો હુમલો...!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan