Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ગાજા અલ્ટરનેટીવ એસેટ મેનેજમેન્ટનો રૂ. 550 કરોડનો IPO:19 ઓગસ્ટથી ઈશ્યુ ઓપન, જાણો પ્રાઈઝ બેન્ડ અને અન્ય વિગતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 3 views
ગાજા અલ્ટરનેટીવ એસેટ મેનેજમેન્ટનો રૂ. 550 કરોડનો IPO:19 ઓગસ્ટથી ઈશ્યુ ઓપન, જાણો પ્રાઈઝ બેન્ડ અને અન્ય વિગતો
અલ્ટરનેટીવ એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે સક્રિય 'ગાજા અલ્ટરનેટીવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ' (ગાજા કેપિટલ) હવે શેરબજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. કંપનીએ તેના રૂ. 550 કરોડના IPO માટેની તારીખો અને અન્ય મહત્વની વિગતો જાહેર કરી છે. રોકાણકારો માટે આ ઇશ્યુ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPOનું માળખું અને રોકાણની વિગતો: કંપનીએ પ્રાઈઝ બેન્ડ રૂ. 152થી રૂ. 160 નક્કી કરી છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ એટલે કે 93 શેર્સ માટે અરજી કરવાની રહેશે. આ મુજબ, લઘુત્તમ રોકાણ રૂ. 14,880 થશે. કંપનીની કામગીરી 1999માં સ્થાપિત અને ત્યારબાદ 'ગાજા કેપિટલ' તરીકે રિબ્રાન્ડ થયેલી આ કંપની ભારત-કેન્દ્રીત કેટેગરી 1 અને કેટેગરી 2 અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે મેનેજર તરીકે કાર્યરત છે. કંપની સંપૂર્ણપણે તેની લીડરશીપ ટીમ દ્વારા સંચાલિત છે અને સાત સબસિડિયરીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, ફંડ મેનેજમેન્ટ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. નાણાકીય સ્થિતિ: આવક અને નફો: નાણાકીય વર્ષ 2024-25માં આવકમાં 52 ટકા અને 2025-26માં 28 ટકાનો વાર્ષિક ઉછાળો જોવા મળ્યો છે. 2023-24થી 2025-26 વચ્ચે કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક 35.3 ટકાના દરે વધ્યો છે. એસેટ્સ અને ડેટ: કંપનીની કુલ એસેટ્સ 56 ટકા વધીને રૂ. 706.49 કરોડ પર પહોંચી છે. સામે પક્ષે, દેવું (ડેટ) રૂ. 4 કરોડથી વધીને રૂ. 41.56 કરોડ નોંધાયું છે. ખર્ચનો રેશિયો: કંપનીનો કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો 44.61 ટકાથી બદલાઈને 47.12 ટકા રહ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan