Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Dahod News: ઝાલોદમાં ગંદકી અને ગેરરીતિ આચરતા વેપારીઓ સામે કાર્યવાહી, તંત્રએ દુકાનો સીલ કરી

📰 Sandesh 🕐 1 min read 📅 August 22, 2026 👁 4 views
Dahod News: ઝાલોદમાં ગંદકી અને ગેરરીતિ આચરતા વેપારીઓ સામે કાર્યવાહી, તંત્રએ દુકાનો સીલ કરી
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઇવથી ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત આગેવાની હેઠળ ચાલેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ નાસ્તા હાઉસ, હોટલો અને ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા વેપારીઓના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી તપાસ દરમિયાન આરોગ્ય સાથે ચેડાં કરતા અને સ્વચ્છતાનો અભાવ ધરાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થો તૈયાર કરતા વિવિધ દુકાનદારોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓ દ્વારા ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે કમર્શિયલ ઉપયોગ થતો હોવાનું ધ્યાન પર આવતાં અધિકારીઓએ લાલ આંખ કરી હતી અને કાયદેસરના પગલાં ભર્યા હતા. ફાફડા-ફરસાણની દુકાનને સ્થળ પર જ સીલ કરી આ કડક તપાસ ઝુંબેશ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જણાતાં અંદાજે ત્રણ મટન શોપ અને એક ફાફડા-ફરસાણની દુકાનને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી. ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ધમધમતી દુકાનો સામે પણ તંત્રે આકરા એંધાણ આપ્યા છે. વહીવટી તંત્રની આ સરપ્રાઇઝ તવાઈના કારણે ઝાલોદમાં નિયમો વિરુદ્ધ વેપાર કરતા અને ગુણવત્તા વગરનું ખાધ્યસામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે. આ પણ વાંચોઃ Surat News: સતીશ મરાઠે હત્યા કેસના આરોપી સહિત ગેંગની જેલ ટ્રાન્સફર માટે જેલરે કોર્ટમાં અરજી કરી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan