crime
Botad News: બરવાળા અને રાણપુર પોલીસે ઝડપેલી 1.40 કરોડના દારૂ પર ફેરવાયું રોડ રોલર
બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર પોલીસ મથક હેઠળ નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ગેરકાયદે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ બરવાળા તાલુકાના ટીંબલા ગામે આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રૂ. 1.40 કરોડની કિંમતની 25,000 વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું રોડ રોલર ટીંબલા ખાતે યોજાયેલી આ કામગીરી દરમિયાન બરવાળા અને રાણપુર પોલીસ દ્વારા અલગ-અલગ દરોડામાં પકડવામાં આવેલી નાની-મોટી 25,000 થી વધુ વિદેશી દારૂની બોટલોને વિધિવત રીતે જમીન પર ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના પર રોડ રોલર ફેરવીને રૂ. 1.40 કરોડની કિંમતના દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને DySP ની પ્રેરક ઉપસ્થિતિમાં હાથ ધરાઈ કામગીરી દારૂના મુદ્દામાલના નાશની આ સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારી એસ. વી. ચૌધરીની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી સહિત બરવાળા અને રાણપુર પોલીસ મથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તમામ પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ અને સરકારી પ્રોટોકોલ મુજબ ચોક્કસ પંચનામું પણ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Botad News : મહિલા સભ્યના પતિ સામે નગરપાલિકાની લાલ આંખ, વહિવટમાં દખલ નહીં કરવા ચેતવણી
Read full article on Sandesh