Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad News: નારોલમાં કારમાંથી 1,798 નશીલા કફ સિરપની બોટલો જપ્ત, બે ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
Ahmedabad News: નારોલમાં કારમાંથી 1,798 નશીલા કફ સિરપની બોટલો જપ્ત, બે ઝડપાયા
અમદાવાદ શહેરમાં ગેરકાયદે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓના વેચાણ સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેન્દ્રા કોટક બેન્કની ગલીમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાંથી તપાસ કરતા અંદરથી પ્રતિબંધિત CADIFOS-T બ્રાન્ડની 100 એમએલની કુલ 1,798 કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનું કુલ વજન આશરે 179.80 કિલોગ્રામ થાય છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ સિરપમાં Codeine Phosphate નામનું નશીલું ઘટક હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ અને બે આરોપીઓની ધરપકડ પોલીસે આ દરોડા દરમિયાન ગાડીમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નવાઝહુસેન મુકદસહુસેન શેખ (ઉં.વ. 23, રહે. દાણીલીમડા) અને સરવરખાન બિસ્મિલ્લાહખાન પઠાણ (ઉં.વ. 26, રહે. દાણીલીમડા) તરીકે થઈ છે. પોલીસે કફ સિરપની કિંમત રૂ. 21,15,347 તેમજ રૂ. 5 લાખની કિંમતની સ્કોર્પિયો કાર મળીને કુલ રૂ. 26,15,347 નો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે. નારોલ પોલીસે બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને સપ્લાયરની વિગતો પોલીસ તપાસમાં બંને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સપાટી પર આવ્યો છે. પકડાયેલા નવાઝહુસેન શેખ વિરુદ્ધ અગાઉ દાણીલીમડા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મારામારી તથા અન્ય ગુના નોંધાયેલા છે, જ્યારે સરવરખાન પઠાણ વિરુદ્ધ પણ વર્ષ 2019માં પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, આ નશીલો જથ્થો જુહાપુરાના મોઇન સૈયદ નામના શખ્સ પાસેથી પોર્ટર મારફતે મેળવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા અને આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો: Ahmedabad Rain Update: શહેરમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan