business
વલસાડમાં 18 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની તપાસ:5 ના પરવાના સ્થગિત, 3 ને સુધારા માટે નોટિસ
વલસાડ જિલ્લામાં ફૂડ વિભાગે ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા 18 હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 5 પેઢીના પરવાના સ્થગિત કરવામાં આવ્યા હતા અને 3 ને સુધારા માટે નોટિસ અપાઈ હતી. તપાસ દરમિયાન ગંદકી, વાસી ખોરાક, કાળું તેલનો ઉપયોગ, પાણીના રિપોર્ટનો અભાવ, મેડિકલ સર્ટિફિકેટની ગેરહાજરી અને કન્ટેનર પર લેબલિંગ સહિતની અનેક ક્ષતિઓ જોવા મળી હતી. તિથલ રોડ પર આવેલા જલારામ ખમણ હાઉસ સહિત કુલ 5 પેઢીના પરવાના સ્થગિત કરીને તેમનો ધંધો બંધ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય 3 પેઢીઓને જરૂરી સુધારા કરવા માટે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વળવીએ જણાવ્યું હતું કે ખાદ્યચીજોના ધંધાર્થીઓ સામે તપાસની કામગીરી ચાલુ રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નાગરિકોને પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી.
Read full article on Divya Bhaskar