business
યુકો બેંકની મુખ્ય શાખા ખાતે જામનગર UFBU દ્વારા સંઘર્ષસભા:5 દિવસીય બેંકિંગ અને PLI નિર્ણય પાછો ખેંચવા સહિતની માંગણીઓ કરાઈ
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જામનગર યુનિટ દ્વારા 27 ઓગસ્ટ, 2026ના રોજ બેંક કર્મચારીઓના હક અને અધિકારો માટે સંઘર્ષસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા યુકો બેંકની મુખ્ય શાખા, લીમડા લાઇન ખાતે યોજાઈ હતી. સભામાં બેંક કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અને હક-અધિકારો અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય માંગણીઓમાં પાંચ દિવસીય બેંકિંગનો અમલ કરવો, એકતરફી PLI (પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ) નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો, પડતર પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું અને બેંક કર્મચારીઓના હક તથા અધિકારોનું રક્ષણ કરવું વગેરેનો સમાવેશ થાય છે. આ સંઘર્ષસભામાં જામનગરની વિવિધ બેંકોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકતા પ્રદર્શિત કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દ્વારા બેંકિંગ ક્ષેત્રના કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકાર અને બેંકિંગ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.UFBUના જામનગર યુનિટ દ્વારા કર્મચારીઓના હિત અને અધિકારોની રક્ષા માટે સંઘર્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. તેમણે કર્મચારીઓના પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માંગણીઓ સ્વીકારવા માટે અપીલ કરી હતી.
Read full article on Divya Bhaskar