top
વ્યારામાં ગણેશોત્સવ માટે ગણેશ ઉત્સવ સમિતિ અને ગણેશ મંડળોની બેઠક:DySPની અધ્યક્ષતામાં આયોજકો સાથે ચર્ચા કરાઈ
આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને વ્યારા નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે નાયબ પોલીસ અધિક્ષક (DySP)ના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો અને સમિતિના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વ્યારા નગરના વિવિધ સાર્વજનિક ગણેશ મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમયમર્યાદા અને ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન પડે તે રીતે મંડપ ઊભા કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન યાત્રાના રૂટ અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ મંડળોના હોદ્દેદારોએ વહીવટી તંત્રના નિયમોનું પાલન કરી તહેવારને ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાની ખાતરી આપી હતી. બેઠકના અંતે વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar