business
Vodafone-Ideaનું ટેક્સ રિફંડ રોકવા બદલ IT વિભાગને દિલ્હી HCની ફટકાર
ટેક્સ રિફંડમાં વિલંબને લઈને દિલ્હી હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ વિભાગને કડક ફટકાર લગાવી છે. કોર્ટે વોડાફોન આઈડિયાને ₹53.09 કરોડનું રિફંડ લાગુ પડતા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ રજનીશ કુમાર ગુપ્તાની ડિવિઝન બેન્ચે 18 ઓગસ્ટના આદેશમાં જણાવ્યું કે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં કંપનીને રકમ મળી જવી જોઈએ. ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં અનેક ચુકાદા આપ્યા કોર્ટે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડની રકમ કંપનીના ખાતામાં નહીં પહોંચે તો વૈધાનિક વ્યાજ ઉપરાંત દર મહિને 1 ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. આ મામલો એસેસમેન્ટ યર 2003-04થી 2013-14 વચ્ચેના ટેક્સ રિફંડ સાથે સંબંધિત છે. વોડાફોન આઈડિયાએ આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) સમક્ષ લાંબી કાનૂની લડત લડી હતી. એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં અનેક ચુકાદા આપ્યા હતા. તેના આધારે એસેસિંગ ઓફિસરે ₹53.09 કરોડનું રિફંડ નક્કી કર્યું હતું. આ રીતે રિફંડ અટકાવવું યોગ્ય નથી જોકે, વિભાગે રિફંડ આપવા પહેલાં ફોર્મ 26B ભરવાની શરત મૂકી હતી. કંપનીએ ફોર્મ જમા કરાવ્યા બાદ વિભાગે જૂની બાકી ટેક્સ ડિમાન્ડનો હવાલો આપીને અરજી નામંજૂર કરી હતી. વિભાગે ₹924.57 કરોડની બાકી રકમનો દાવો કર્યો હતો, પરંતુ તેમાંથી ₹913.66 કરોડની વસૂલાત પર વિવિધ સત્તાધિકારીઓ અને અદાલતો દ્વારા પહેલેથી જ રોક લગાવવામાં આવી હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અપેલેટ ઓથોરિટી દ્વારા રિફંડનો આદેશ થયા બાદ તે ટેક્સપેયર્સનો અધિકાર બની જાય છે. કાયદેસર આદેશ વિના રિફંડ રોકી અથવા એડજસ્ટ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે કલમ 245 હેઠળની કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના માત્ર બાકી રકમના આધારે રિફંડ અટકાવવું યોગ્ય નથી. આ પણ વાંચો : Volkswagen Layoffs: 1 લાખ કર્મચારીઓની નોકરી જોખમમાં, ફોક્સવેગન કરશે મોટા પાયે છટણી
Read full article on Sandesh