education
વનાળીયા પ્રાથમિક શાળામાં 104 વર્ષે પહેલીવાર પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન:મોરબી તાલુકાના વનાળીયા ગામે યોજાયું, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જૂની યાદો તાજી કરી
મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલી વનાળીયા પ્રાથમિક શાળાના 104 વર્ષના લાંબા ઇતિહાસમાં ગત રવિવાર, 6 સપ્ટેમ્બર 2026 નો દિવસ ખાસ બની રહ્યો. એક સદી કરતાં પણ વધુ સમય બાદ શાળાના પ્રાંગણમાં પ્રથમ વખત પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો પછી પોતાની માતૃસંસ્થામાં પાછા ફરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી હતી. આ સ્નેહમિલનમાં પૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ 272 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંક ઓફ ઈન્ડિયા તરફથી માકડીયા સાહેબ હાજર રહ્યા હતા. બેંક દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી સુમરા દ્વારા યોજના બનાવાઈ હતી, જેને કે. ટી. સુમરાએ વ્યવસ્થિત રીતે ગોઠવી હતી. મંચ પરથી આ યોજનાની રજૂઆત બળદેવ વિલપરાએ કરી હતી. સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન ધરાવતા દિવ્યાંગ ભટ્ટે પોતાના સંચાલન દ્વારા સભાનું ધ્યાન ખેંચ્યું હતું. મંચ વ્યવસ્થાની જવાબદારી અજાણા નાનજીભાઈએ સંભાળી હતી, જ્યારે મહેમાનોનું સ્વાગત ભાવેશ વિલપરાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના માજી સરપંચ જીગ્નેશભાઈ વિલપરા, કનૈયાલાલ શિવલાલભાઈ ગામી, ચંદુલાલ દેકાવડીયા અને સંજયભાઈ દેકાવડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. ગામના વડીલ ઈશ્વરભાઈના આશીર્વાદ અને ડૉ. પરમારનો આયોજનમાં મહત્વનો ફાળો રહ્યો હતો. માતૃસંસ્થાના સ્નેહભાવે છેક વલસાડથી ડાયાભાઈ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચ અબુભાઈ, પંચાયતના સદસ્યો, ગ્રામજનો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય દાતાઓ અને સહયોગી વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો. યુવા મંડળે સાઉન્ડ વ્યવસ્થા સંભાળી હતી. આ પળોને ફોટોગ્રાફર દિવ્યેશ અગ્રાવત (ફોટોઝોન સ્ટુડિયો) એ પોતાના કેમેરામાં કેદ કરી હતી. 104 વર્ષે યોજાયેલું આ સ્નેહમિલન વનાળીયા ગામની એકતા અને માતૃસંસ્થા પ્રત્યેના આદરનું ઉદાહરણ બન્યું હતું.
Read full article on Divya Bhaskar