Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વલસાડના ડુંગરી હાઇવે પર લક્ઝરી બસમાંથી ચોરી કરનાર ઝડપાયો:મધ્યપ્રદેશના તસ્કર પાસેથી ₹1.57 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 2 views
વલસાડના ડુંગરી હાઇવે પર લક્ઝરી બસમાંથી ચોરી કરનાર ઝડપાયો:મધ્યપ્રદેશના તસ્કર પાસેથી ₹1.57 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડના ડુંગરી હાઇવે પર લક્ઝરી બસમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના એક તસ્કરની ધરપકડ કરી તેની પાસેથી ₹1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરી ડુંગરી હાઇવે પર આવેલી હોટલ પુરોહિતના પાર્કિંગમાં પાર્ક કરેલી બસમાંથી થઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.એચ. પટેલની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ બળદેવભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, 2 સપ્ટેમ્બર 2026 ના રોજ પંચલાઇ ગામ પાસે હાઇવે પર આવેલી હોટલ પુરોહિતના કમ્પાઉન્ડમાં ઊભેલી લક્ઝરી બસમાંથી ચોરી કરનાર આરોપી ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે દરોડો પાડી તેને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ મૃત્યુંજય ઉર્ફે લાલુ વિજયાસિંહ પુનમચંદ ચૌહાણ (ઉંમર 29) છે. તે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના કસરાવદ તાલુકાના કરોંદિયા ગામનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,57,070 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹80,000 ની કિંમતનું સોનાનું મંગળસૂત્રનું પેન્ડન્ટ અને મણકા, ₹50,000 ની કિંમતનો ચાંદીનો કંદોરો, ₹15,000 ની કિંમતની ચાંદીની તોડી/પાયલ અને ₹12,070 રોકડાનો સમાવેશ થાય છે. ડુંગરી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 305(c) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan