top
વલસાડના 1.55 લાખ ખેડૂતોના ખાતામાં સહાય જમા:PM કિસાન યોજનાના 24મા હપ્તામાં રૂ. 31.29 કરોડ મળ્યા; 72 સ્થળોએ કિસાન ઉત્સવ યોજાયો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા હેઠળ વલસાડ જિલ્લાના 1,55,865 ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 31.29 કરોડની સહાય જમા કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લામાં 72 સ્થળોએ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. પારડીના પારનેરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડીથી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરાયું હતું.
Read full article on Divya Bhaskar