crime
Suratના સરથાણામાં ગાંધીનગર પોલીસની ઓળખ આપી વેબ-ડેવલપરનું અપહરણ: પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ગાંધીનગર પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને કેટલાક બદમાશોએ એક વેબ-ડેવલપર યુવકની ઓફિસમાં ઘૂસીને તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ 'GOV. OF GUJARAT' (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) લખેલી ઇનોવા કારમાં આવ્યા હતા અને ઓફિસમાં ભારે ધાક-ધમકીઓ જમાવી હતી. આજીવન જેલની ધમકી આપી 50 લાખની માંગણી વેબ-ડેવલપર યુવકને ભયમાં મૂકવા માટે આરોપીઓએ તેને ગેરકાયદે ધંધો કરતા હોવાનું જણાવી આજીવન જેલની સજા કરાવવાની ધમકી આપી હતી અને તોડબાજી કરીને રૂ.50 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવકને કારમાં ફેરવીને ડરાવ-ધમકાવ્યા હતા અને છેવટે મજબૂર કરીને તેમની પાસેથી રોકડા રૂ.4 લાખ પડાવી લીધા હતા. 3 આરોપીઓ ઝડપાયયા, 3ની શોધખોળ ચાલુ આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર યુવક દ્વારા સરથાણા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતાની સાથે જ સુરત પોલીસ હરકતમાં આવી હતી અને ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીના આધારે આ તોડબાજી કરતી કુખ્યાત ટોળકીના 3 આરોપીઓને દબોચી લેવામાં સફળતા મેળવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh