top
વલસાડ ભાજપની 'સેવા સંકલ્પ અભિયાન' બેઠક:બેઠકમાં અભિયાનને વધુ સારી રીતે લાગુ કરવા અને તેના વિવિધ આયોજન પર ચર્ચા
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠક જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની અધ્યક્ષતામાં થઈ હતી. દક્ષિણ ગુજરાત ઝોનના ઇન્ચાર્જ નીતિન ભજીયાવાલા પણ ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં અભિયાનને વધુ સારી રીતે લાગુ કરવા અને તેના વિવિધ આયોજન પર ચર્ચા થઈ. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, નિખિલ ચોકસી અને વિપુલ ભોયા હાજર રહ્યા હતા. કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ શીલ્પેશ દેસાઈ પણ ઉપસ્થિત હતા. તેમની સાથે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar