Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Vinesh Phogat vs WFI: ‘હું એક ખેલાડી તરીકે ખતમ થઈ જઈશ’ વિનેશ ફોગાટ vs WFI, જાણો આખો વિવાદ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
Vinesh Phogat vs WFI: ‘હું એક ખેલાડી તરીકે ખતમ થઈ જઈશ’ વિનેશ ફોગાટ vs WFI, જાણો આખો વિવાદ
Vinesh Phogat vs WFI : વિનેશ ફોગાટ અને WFI વચ્ચેનો વિવાદ કોર્ટ પહોંચ્યો છે. ઓલિમ્પિયન કુસ્તીબાજ વિનેશ ફોગાટે સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ફોગાટ 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ભાગ લેવા માગે છે. તેનું કહેવું છે કે જો તેને આ ટ્રાયલમાંથી બહાર રાખવામાં આવશે તો તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અસરકારક રીતે સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)નું કહેવું છે કે ફોગાટ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીતીને ફરીથી પોતાની સ્થિતિ મજબૂત કરી શકે છે અને ત્યારબાદ પસંદગીની પ્રક્રિયામાં પરત ફરી શકે છે. હાઈકોર્ટ શું કહ્યું? ગુરુવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું કે કોર્ટ કેટલીક શરતોને આધિન રહીને ફોગાટને પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપવા અંગે વિચાર કરી શકે છે. જસ્ટિસ શર્માએ કહ્યું કે તેઓ આ અંગે આદેશ પસાર કરશે અને ફોગાટને નવી દિલ્હીમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી શકાય છે. જોકે આ મંજૂરી અંતિમ ચુકાદાના પરિણામને આધીન રહેશે. ફોગાટની તરફથી હાજર વરિષ્ઠ વકીલ રાજશેખર રાવે કોર્ટમાં દલીલ કરી કે આ ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો ફોગાટને ટ્રાયલમાં ભાગ લેવાની તક નહીં મળે તો તેઓ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી દૂર રહી શકે છે. તેમના શબ્દોમાં આ સ્થિતિમાં ફોગાટની રમતવીર તરીકેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ જશે. WFIનું શું કહેવું છે? WFIના વકીલ હેમંત ફાલ્ફરે કોર્ટમાં દલીલ કરી કે ફોગાટ માટે સ્પર્ધામાં પરત ફરવાનો રસ્તો બંધ નથી. તેમણે કહ્યું કે ફોગાટનું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં સ્વાગત છે. તેમણે ત્યાં મેડલ જીતીને પોતાની સ્થિતિ ફરી મજબૂત કરવી જોઈએ અને ત્યારબાદ પસંદગીની પ્રક્રિયામાં પરત આવવું જોઈએ. WFI તરફથી એવી પણ દલીલ કરવામાં આવી કે ફોગાટે ઘણા વર્ષોથી મેડલ જીત્યો નથી. વિનેશ ફોગાટને પસંદગી ટ્રાયલમાં વાંધો કેમ છે? ફોગાટે WFIના 7 સપ્ટેમ્બરના પરિપત્રને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ પરિપત્રમાં સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની પસંદગી ટ્રાયલ માટે પાત્રતાના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ માપદંડ મુજબ અગાઉની સ્પર્ધામાં મેડલ જીતનારા કુસ્તીબાજોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ફોગાટ ડિસેમ્બર 2024થી બ્રેક પર હતા, જેમાં પ્રસૂતિ માટેનો વિરામ પણ સામેલ હતો. આ સમયગાળાને કારણે તેઓ અગાઉની કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યા ન હતા. ફોગાટનું કહેવું છે કે જો તેમને હવે પણ ટ્રાયલમાં ભાગ લેવાની તક નહીં મળે તો પોતાની ક્ષમતા સાબિત કરવાનો મોકો જ નહીં મળે. એશિયન ગેમ્સ ટ્રાયલમાં પણ થયો હતો વિવાદ આ વર્ષની શરૂઆતમાં ફોગાટે એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલમાં ભાગ લીધો હતો. જોકે તેમાં ભાગ લેવાની મંજૂરી પણ તેમને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ મળી હતી. WFIએ તેમને ટ્રાયલમાં ભાગ લેતા અટકાવ્યા હતા. ફેડરેશનનું કહેવું હતું કે અગાઉના વર્ષના માત્ર મેડલ વિજેતાઓ જ આ ટ્રાયલ માટે પાત્ર હતા. ફોગાટનું નામ આ માપદંડમાં ન આવતાં તેઓ બહાર થઈ ગયા હતા. ત્યારબાદ કોર્ટના હસ્તક્ષેપથી તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક મળી હતી. ફોગાટ સામે શિસ્તભંગની કાર્યવાહી ફોગાટ સામે WFI દ્વારા મે મહિનાથી શિસ્તભંગની કાર્યવાહી પણ ચાલી રહી છે. ફેડરેશન દ્વારા તેમના પર અનુશાસનહીનતા, ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન અને United World Wrestling (UWW)ના નિયમોના ભંગના આરોપો મૂકવામાં આવ્યા છે. બુધવારે ફોગાટે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન શિસ્ત સમિતિ સમક્ષ હાજર થશે. પરંતુ ગુરુવારે તેમના વકીલે કોર્ટને કહ્યું કે જે સ્થળે સુનાવણી થવાની હતી, તે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે સમિતિમાંથી કોઈ હાજર રહ્યું નહોતું. ‘મને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક તો આપો’ ફોગાટની તરફથી દલીલ કરતાં વકીલ રાજશેખર રાવે કહ્યું કે છેલ્લા લગભગ દોઢ વર્ષથી માતૃત્વ અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર ફોગાટ નિયમિત રીતે સ્પર્ધામાં રહી શક્યા નથી. તેથી હવે તેમને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળવી જોઈએ. તેમણે દલીલ કરી કે જો WFIને ફોગાટની અરજીનો જવાબ આપવા માટે નવેમ્બર સુધીનો સમય આપવામાં આવે, ત્યાં સુધીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ અને સ્પર્ધા બંને પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં ફોગાટ આ વર્ષની ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. વકીલે વધુમાં કહ્યું કે ત્યારબાદ આવતા વર્ષની પસંદગી નીતિમાં પણ જો સમાન માપદંડ લાગુ થશે તો ફોગાટ સતત બે વર્ષ સુધી બહાર રહી શકે છે. રાવે કોર્ટમાં કહ્યું કે આવી સ્થિતિમાં ફોગાટ માટે આ “મૃત્યુની ઘંટડી” સમાન છે અને તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવી જોઈએ. તેમણે એવો આરોપ પણ મૂક્યો કે તેમની વિરુદ્ધ કોઈ સ્વાર્થી હિત કામ કરી રહ્યું છે. જૂનિયર એશિયા કપ હોકી : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને કચડી નાખ્યું, 19-0થી વિજય મેળવ્યો ફોગાટે કોર્ટ સમક્ષ પોતાના અગાઉના અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એપ્રિલના અંતમાં તેમને ગોંડામાં એક કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમના એક દિવસ પહેલાં તેમને અયોગ્ય હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલમાં પણ તેમને શરૂઆતમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના હસ્તક્ષેપ બાદ તેમને તક મળી હતી. ફોગાટના વકીલે કહ્યું કે નીતિમાં અગાઉ સન્માન અને મેડલ મેળવનારા ખેલાડીઓને પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવી છે. પરંતુ માતૃત્વ અથવા સ્વાસ્થ્યના કારણે લાંબા સમય સુધી રમતથી દૂર રહેલા ખેલાડીને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે ફરી સ્પર્ધામાં ઉતરવાની તક પણ મળવી જોઈએ. ગોંડા ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેવાની મંજૂરી મળી ન હતી ફોગાટને ગોંડામાં યોજાયેલી National Open Ranking Tournament માં પણ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નહોતી. WFIએ આ માટે ટૂર્નામેન્ટના બે દિવસ પહેલાં શરૂ કરાયેલી શિસ્તભંગની કાર્યવાહીને કારણ ગણાવ્યું હતું. ગોંડા WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનું હોમ ટર્ફ પણ છે. ફોગાટ સહિત કેટલીક મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા. જોકે ગયા મહિને દિલ્હીની એક કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટની ટિપ્પણી શું હતી? જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ગુરુવારે WFIના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી. WFIના વકીલને સંબોધીને તેમણે મહિલાઓના રમતગમતમાં કારકિર્દી અને માતૃત્વ વચ્ચેના પડકાર તરફ ધ્યાન દોર્યું. જસ્ટિસ શર્માએ કહ્યું કે એક મહિલા ખેલાડી લગ્ન કરે છે અને ત્યારબાદ બાળકને જન્મ આપે છે. આ સમયગાળા દરમિયાન તે રમતથી દૂર રહે છે, જ્યારે પુરુષ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈને મેડલ જીતતા રહે છે અને પસંદગી માટે પાત્ર બનતા જાય છે. કોર્ટે આ સ્થિતિમાં મહિલા ખેલાડીઓએ ફરીથી પસંદગીની રેસમાં આવવા માટે કેટલો વધારાનો સંઘર્ષ કરવો પડે છે તે મુદ્દો ઉઠાવ્યો. હાલમાં દિલ્હી હાઈકોર્ટનો અંતિમ આદેશ બાકી છે. ફોગાટની અરજીનો મુખ્ય મુદ્દો એ છે કે તેમને 14 સપ્ટેમ્બરની સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની તક મળે, જ્યારે WFI હાલની પસંદગી નીતિ અને તેમની સામે ચાલી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને આધારે તેમનો વિરોધ કરી રહ્યું છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan