crime
વડોદરામાં ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી યુવતી હુક્કા-સિગારેટ ફૂંક્યા, VIDEO:પોલીસ સામે પણ દાદાગીરી કરી, વધુ એક ફરિયાદ નોંધાતા પતિ-પત્નીની ધરપકડ
વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હોવાના દાવા કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરનાર તમન્ના સૈયદ સામે સાયબર ક્રાઈમે વધુ એક ફરિયાદ નોંધી છે. તમન્નાએ ફોલોઅર્સ અને પ્રસિદ્ધિ મેળવવા પોલીસ સામે આધાર-પુરાવા વિના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સિવાય, જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજખોરી અને ધમકીના કેસમાં તમન્ના સૈયદ અને તેના પતિ સોહીલ સૈયદની ધરપકડ કરી છે. તમન્નાએ પોલીસ સાથે દાદાગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં તમન્ના સૈયદના હુક્કા અને સિગારેટ પીતા અને ₹500ની નોટોના બંડલો સાથેના વીડિયો વાઈરલ થતાં સમગ્ર મામલે સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. સો.મીડિયામાં ડ્રગ્સ, દારૂના વેચાણના વીડિયો પોસ્ટ કર્યા વડોદરા SOGમાં ફરજ બજાવતા એસ.એસ.આઇ સતિષ ભોગીલાલે સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તમન્ના સૈયદે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તાંદલજા, અકોટા બ્રિજ, કાસમઆલા, નિઝામપુરા, નવાયાર્ડ, રામવાડી અને ફતેગંજ સહિતના વિસ્તારમાં MD ડ્રગ્સ, ચરસ, અફીણ અને દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. પોલીસે તમન્ના પાસે પુરાવા માંગતા સહકાર ન આપ્યો આ વીડિયોના આધારે SOG પોલીસની ટીમોએ પંચો સાથે તમામ સ્થળો પર તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ પણ સ્થળેથી નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસ જ્યારે તમન્નાનો સંપર્ક કરી પુરાવા માંગ્યા ત્યારે તેણે સહકાર આપ્યો નહોતો. દંપતી સામે વ્યાજખોરી અને મારી નાખવાની ધમકીની ફરિયાદ બીજી તરફ, તમન્ના અને તેના પતિ સોહીલ સૈયદ ઉર્ફે લંબુ સામે તાંદલજાના એક વેપારીએ વ્યાજખોરીની ગંભીર ફરિયાદ પણ નોંધી છે. ફરિયાદ મુજબ, મે-જૂન 2024ના 22% મંથલિ વ્યાજે લીધેલા ₹3 લાખના બદલામાં ₹12 લાખ વસૂલ્યા હોવા છતાં દંપતી પાસે વધુ નાણાંની માંગ કરી ફરિયાદને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Read full article on Divya Bhaskar