Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

VGGS 2027 પહેલાં ગુજરાતનું દિલ્હીથી ‘ઇન્વેસ્ટમેન્ટ મિશન’:હર્ષ સંઘવી પહોંચ્યા, ઉદ્યોગપતિઓ સાથે થશે મહત્વની બેઠકો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 3 views
VGGS 2027 પહેલાં ગુજરાતનું દિલ્હીથી ‘ઇન્વેસ્ટમેન્ટ મિશન’:હર્ષ સંઘવી પહોંચ્યા, ઉદ્યોગપતિઓ સાથે થશે મહત્વની બેઠકો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ને લઈને ગુજરાત સરકારે અત્યારથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તડામાર તૈયારીઓ તેજ કરી દીધી છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ મેગા બિઝનેસ સમિટના પૂર્વાર્ધરૂપે 31 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ભવ્ય કર્ટન રેઝર કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહીને દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધશે. ભારત મંડપમ અને તાજ પેલેસ ખાતે ગ્લોબલ ડેલિગેટ્સ સાથે હાઇ-લેવલ બેઠકો નવી દિલ્હી ખાતે આયોજિત આ કર્ટન રેઝર ઇવેન્ટ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સવારના સત્રમાં ઉદ્યોગજગતના ટોચના પ્રતિનિધિઓ સાથે ખાસ સંવાદ સત્રને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજના સમયે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ દેશોના એમ્બેસેડર્સ, મિશન વડાઓ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. અમેરિકા અને કેનેડાના સફળ આંતરરાષ્ટ્રીય પ્રવાસ બાદ હવે દેશની રાજધાનીમાંથી વાઇબ્રન્ટ સમિટ 2027 માટે રોકાણકારોને આકર્ષવા માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દિગ્ગજ બહુરાષ્ટ્રીય કંપનીઓના વડાઓ સાથે CMની વન-ટુ-વન બેઠકો ભારત મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓના ચેરમેન અને MD સાથે વ્યક્તિગત વન-ટુ-વન બેઠકો યોજશે. આ હાઇ-પ્રોફાઇલ બેઠકોમાં JSW MG Motor India, Schneider Electric India, DCM Shriram, Seoul Semiconductor, Shree Cement, LG Energy Solution, JBM Group, Max Healthcare, ACME Solar, GHCL, PB Fintech તેમજ Mankind Pharma જેવી ટોચની કંપનીઓના સીઈઓ અને ડાયરેક્ટર્સ સાથે ગુજરાતમાં સંભવિત મોટા પ્રોજેક્ટ્સ અંગે સીધી ચર્ચા હાથ ધરાશે. AI, ડેટા સેન્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ફ્યુચરીસ્ટિક સેક્ટર્સ પર વિશેષ ફોકસ આ તમામ બેઠકો દરમિયાન રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, રેલવે નેટવર્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર્સ, આઇટી તેમજ BFSI જેવા આધુનિક અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ લાવવા પર વિસ્તૃત મનોમંથન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ઉત્કૃષ્ટ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રોકાણકારો માટેની અનુકૂળ નીતિઓનું પ્રભાવશાળી પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યમાં મૂડીરોકાણના પ્રવાહને નવી ઊંચાઈએ પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan