crime
વેપારીએ દેવું થતા 15 લાખની લૂંટ થયાનું તરકટ રચ્યું:પોતાના શરીર પર છરીના 10 ઘા માર્યાં હતા, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ પૂછપરછમાં વટાણા વેર્યાં
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા શોપીંગ સેન્ટરમાં વેપારીને બંધક બનાવીને છરીના 8-10 ઘા ઝીંકીને વીસીના 15 લાખ લૂંટીને લૂંટારૂઓ ભાગી ગયાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પોલીસે CCTV તપાસતા ભોગ બનનારે જણાવેલી હકીકત ખોટી જણાઈ હતી. જેથી વેપારીને હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે કડકાઈથી પૂછપરછ કબૂલાત કરી હતી કે, તેને બેંકના હપ્તા અને વીસીના 22.50 લાખ ચુકવવાના હતા, પરંતુ આર્થિક સંકળામણ હોવાથી તેણે પોતાના પર જ હુમલો કરીને લૂંટની ખોટી થિયરી ઉભી કર્યાનો ખુલાસો થયો હતો. વેપારીએ જણાવેલી હકીકત ખોટી નીકળી દરિયાપુરમાં જીવણપોળમાં રહેતા મોહમદ સાજીદ શેખ ગારમેન્ટનો વેપાર કરે છે. મોહમદ સાજીદ શેખ તેમના વેપારી અને મિત્રો સાથે મળીને વીસી ચલાવે છે અને તે વ્યવહાર પોતાની પાસે રાખે છે. 8 ઓક્ટોબરે તે ઘરે જવા નીકળ્યા ત્યારે પ્રીમિયમ શોપિંગ સેન્ટરના ભોયરામાં લૂંટારૂઓએ આવીને તેમના પર હુમલો કરીને 15 લાખની લૂંટ કરી હોવાની કેફિયત ઉભી કરી હતી. જ્યારે શાહપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી CCTV તપાસ્યા ત્યારે કોઈ કડી મળી ન હતી. પરંતુ વેપારીએ જણાવેલી હકીકતમાં વિસંગતતા જણાઇ આવી હતી. જેથી તપાસની શરૂઆતથી જ મોહમદ સાજીદ શેખ શંકાના દાયરામાં હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસે કડકાઇથી પૂછપરછ કરી હતી. લોન લીધી હતી. આર્થિક સંકળામણના કારણે તરકટ રચ્યું આ દરમિયાન વેપારી મોહમદ સાજીદ શેખ ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે ધંધા માટે અલગ અલગ બેંકમાંથી લોન લીધી હતી. જેના હપ્તા અને વીસીના સભ્યોને ટુંકા સમયમાં 22.50 લાખ આપવાના હતા, પરંતુ આર્થિક સંકળામણના લીધે તે આ હિસાબ પૂરો કરી શકે તેમ નહોતુ. જેથી વેપારી મોહમદ સાજીદ શેખે લૂંટના બનાવનું ચિત્ર ઉભુ કરીને ખોટી ફરિયાદ લખાવી હતી.વેપારીએ પોતે જ પોતાના શરીર પર છરીના 10 ઘા માર્યા હતા.શાહપુર પોલીસે લૂંટની ફરિયાદ ખોટી હોવાનું પુરવાર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar