top
વડોદરામાં ગણેશોત્સવને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર; શહેરના કયા રસ્તા બંધ રહેશે? જાણો વૈકલ્પિક રૂટ
Vadodara News: વડોદરા શહેરમાં આવતીકાલે 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કેમાર (APS) દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, માંજલપુરના શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા અને લાલબાગ બ્રિજ તરફ જતા રાજમાર્ગો પર ટ્રાફિકનું ભારે ભારણ અટકાવવા માટે એસ.ટી. બસો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 14થી 26 સપ્ટેમ્બર 2026 સુધી અથવા ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી (અથવા ટ્રાફિક હળવો ન થાય ત્યાં સુધી) અમલમાં રહેશે.
Read full article on Gujarati Jagran