Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હંગામો:રોંગ સાઈડ આવનાર દંપતીને રોકતા TRB જવાન સાથે ગાળાગાળી કરી, નોકરીમાંથી કઢાવાની ધમકી આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હંગામો:રોંગ સાઈડ આવનાર દંપતીને રોકતા TRB જવાન સાથે ગાળાગાળી કરી, નોકરીમાંથી કઢાવાની ધમકી આપી
અમદાવાદના SG હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે રોંગ સાઈડમાં બાઇક પર આવેલ દંપતીનવા ટીઆરબી જવાને રોકતા ઝઘડો કરી ગાળો આપીને જોઈ લઈશ અને નોકરીમાંથી કઢાવી મુકીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ટીઆરબી જવાને દંપતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જવાનને કહ્યું કે, તું અહીંયા ઉભો રે હું આવું છું ​એસ.જી. હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના ટી.આર.બી. જવાન હિતેશભાઈ રાજુભા વૈષ્ણોદેવી સર્કલ ખાતે જાહેર રોડ પર પોતાની કાયદેસરની ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે બુધવારે સવારના સમયે બાઈક પર દંપતી રોંગ સાઈડમાં નીકળ્યા હતા. જેથી જવાને તેમને સર્કલ ફરીને જવા જણાવ્યું હતું. ત્યારે બાઇકમાં પાછળ બેસેલ મહિલાએ જવાનને તું અહીંયા ઉભો રે હું આવું છું કહ્યું હતું. બાદમાં સર્કલ ફરીને દંપતી આવ્યું હતું. બાદમાં બંનેએ જવાનને તારી વર્ધિ ઉતારી દઈશ અગાઉ તારા જેવા કેટલાયને સીધા કરી દીધા છે અને નોકરીમાંથી કઢાવવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી. બાદમાં અન્ય પોલીસકર્મીઓએ આવીને મામલો થાળે પાડ્યો હતો. દંપતીએ ટ્રાફિક જવાન સાથે ગેરવર્તણૂક કરતા ફરિયાદ બાદમાં બાઇક પર આવેલ દંપતીનું નામ પૂછતાં જગમાલભાઈ વાઘેલા તથા તેમની પાછળ બેઠેલા ટીન્કલ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી બંને ટ્રાફિક જવાન સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમજ કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ અંગે જવાને દંપતી સામે એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan