Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Vadodaraમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,297 કરોડના વિકાસકામોની ભેટ

📰 Sandesh 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
Vadodaraમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,297 કરોડના વિકાસકામોની ભેટ
સંસ્કારી નગરી વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂ.1,297 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના 2 મંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતા કુલ રૂ.676.68 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ.352.54 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.29 કરોડનું સંકલ્પ સ્મારક અને PM આવાસનું લોકાર્પણ આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રૂ.235 કરોડના ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજનું વિધિવત લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે બનાવેલા રૂ.29 કરોડના સંકલ્પ સ્મારક ઓડિટોરિયમ, રૂ.8.35 કરોડના ઓબ્ઝર્વેશન રૂમ તેમજ પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ તૈયાર થયેલા 593 મકાનોનું પણ લોકાર્પણ કરી લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરી હતી. 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણની યોજનાઓ આપી: CM જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો દ્રઢ નિશ્ચય કરવામાં આવ્યો છે, જે અન્વયે જન-જનના કલ્યાણ માટે સતત નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમણે સ્વાસ્થ્ય ક્ષેત્રે રૂ.10 લાખનું આયુષ્માન કાર્ડ કવરેજ પૂરું પાડવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ સાથે ભાજપ દ્વારા સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી અને આગામી 7 ઓક્ટોબરે સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan