top
Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર
વડોદરા શહેર પોતાની મજબૂત શૈક્ષણિક ઓળખ અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે જાણીતું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), ગતિ શક્તિ યુનિવર્સિટી (GSV) અને IIIT જેવી દેશની અગ્રણી સંસ્થાઓને કારણે અહીં દેશભરમાંથી યુવા પ્રતિભાઓ આવે છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન આ યુવાનોને અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ઉચ્ચ શિક્ષણ, ઇન્ટર્નશિપ અને રોજગારીની તકો સુધી ઝડપી પહોંચ પૂરી પાડશે. બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્થાન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી આ આધુનિક સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ની ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો (GSRTC) સાથે સીધું સંકલિત થશે. આ સુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો એકથી બીજા પરિવહન સાધનમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે. ત્રણ ફૂટ ઓવર બ્રિજ (FOB) દ્વારા સુગમ કનેક્ટિવિટી મુસાફરોની અવરજવરને અત્યંત સરળ બનાવવા માટે સ્ટેશનને ત્રણ વિશેષ FOB વડે જોડવામાં આવશે. FOB 1 (534 મીટર): બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC બસ ડેપો સાથે જોડશે; જેમાં મુસાફરો માટે ટ્રાવેલેટરની સુવિધા હશે. FOB 2 (90 મીટર): રેલવે ટ્રેકની ઉપરથી પસાર થઈને સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે. FOB 3 (51 મીટર): પાર્કિંગ અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે, જેમાં લિફ્ટ અને એસ્કેલેટર ઉપલબ્ધ રહેશે. આધુનિક સુવિધાઓ અને 'વડ' ના વૃક્ષથી પ્રેરિત ડિઝાઇન સ્ટેશન પર પેસેન્જર વેઇટિંગ લાઉન્જ, રિટેલ દુકાનો, આધુનિક પિક-અપ/ડ્રોપ-ઓફ ઝોન અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. સ્ટેશનની સ્થાપત્ય રચના વડોદરાની ઓળખ સમાન 'વડ'ના વૃક્ષથી પ્રેરિત છે. સ્ટેશન વિસ્તારોમાં કુદરતી પ્રકાશ પૂરતી માત્રામાં આવે અને આરામદાયક વાતાવરણ જળવાઈ રહે તે રીતે આખું ડિઝાઇનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Read full article on Sandesh