Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પીએમ મોદીને UAE ના રાષ્ટ્રપતિએ ફોન કરી જન્મદિવસની શુભકામના પાઠવી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી

📰 The Indian Express 🕐 1 min read 📅 September 18, 2026 👁 2 views
પીએમ મોદીને UAE ના રાષ્ટ્રપતિએ ફોન કરી જન્મદિવસની શુભકામના પાઠવી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી
UAE President calls PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓએ આ દરમિયાન ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઘણા નવા ઉપાયો પર ચર્ચા કરી હતી. આ વાતચીતમાં ઊર્જા, સંરક્ષણ, ટેકનોલોજી, રોકાણ અને સ્વાસ્થ્ય જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર બંને નેતાઓએ મધ્ય પૂર્વની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. તેઓએ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાનું અને પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે સહકાર આપવાનું વચન આપ્યું હતું. યુએઈના રાષ્ટ્રપતિએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 76 વર્ષના થઈ ગયા છે. પીએમ મોદીએ ફોન કોલ અને શુભેચ્છાઓ માટે યુએઈના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. Grateful to my brother, the President of UAE, HH Sheikh Mohamed bin Zayed Al Nahyan, for his call and birthday wishes. We discussed measures to further deepen our bilateral Comprehensive Strategic Partnership and exchanged views on efforts to promote regional peace, security... — Narendra Modi (@narendramodi) September 18, 2026 પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે તેઓ UAEના રાષ્ટ્રપતિના ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભારી છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો અને પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી. બ્રિક્સને લઇને પણ થઇ વાતચીત વાતચીત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિએ ભારતની સફળ બ્રિક્સ અધ્યક્ષતા બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદની ભાગીદારીની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનમાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદમાં થયો વિસ્ફોટ, 16 લોકોના મોત, 50 ઇજાગ્રસ્ત પ્રધાનમંત્રીએ ભારતના બ્રિક્સ પ્રેસિડેન્સી દરમિયાન નક્કર પરિણામો હાંસલ કરવામાં તેના સહકાર અને ભાગીદારી માટે UAEનો આભાર પણ માન્યો હતો. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ભારત-યુએઈ સંબંધો તેમજ ક્ષેત્રીય ઘટનાક્રમ પણ મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan