politics
'તું મળીશ નહિ તો હું ઝેર પીને આપઘાત કરી લઈશ':એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મેમકોની મહિલા વકીલને ધમકી આપી, 12 વર્ષથી હેરાન કરતો, મેસેજ કરીને બીભત્સ માગણી કરતો
અમદાવાદના મેમકો પાસે રહેતી મહિલા વકીલને એક તરફી પ્રેમમાં પાગલ યુવક 12 વર્ષથી હેરાન કરતો હતો. તેમજ 'મળીશ નહિ તો હું ઝેર પીને અથવા ટ્રેન નીચે આવીને આપઘાત કરી લઈશ' તેવી ઇમેઇલમાં ધમકી આપીને બીભત્સ માગણી કરી લગ્ન માટે દબાણ કરતો હતો. કંટાળીને મહિલા વકીલે યુવક સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા વકીલને મેસેજ કરીને બીભત્સ માગણી કરતો મેમકો પાસે રહેતી 36 વર્ષીય મહિલા વકીલાત કરે છે. 12 વર્ષ પહેલા તે રિલીફ રોડ આવેલ કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે મેમકો પાસે આવેલ રાજીવ ગાંધી ભવન પાસેથી શટલરીક્ષામાં નોકરી પર જતી હતી. આ દરમ્યાન એક શખ્સ રોજ રીક્ષામાં આવીને મહિલા વકીલ સાથે બેસતો હતો અને વાત કરવા પ્રયાસ કરતો હતો. બાદમાં શખ્સે નંબર પણ માંગ્યો હતો. જેથી તે સમયે મહિલા વકીલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. લગ્ન કરવા દબાણ કરતો, ફરિયાદ નોંધાઈ પોલીસે કાર્યવાહી કરતા શખ્સનું નામ દિપક પંચાલ હોવાનું સામે આવ્યું હતું. ગત 25 જુલાઈએ દીપકે ઇમેઇલ દ્વારા મહિલા વકીલને મેસેજ કરવા લાગ્યો હતો અને બીભત્સ માંગણી કરીને અવારનવાર લગ્ન કરવા દબાણ કરતો હતો. આટલું જ નહીં પીછો કરીને હેરાન કરીને તું મને મળીશ નહિ તો હું રેલવે ટ્રેક અને ઝેર પીને આપઘાત કરી લઈશ તેવી ધમકી આપવા લાગ્યો હતો. કંટાળીને મહિલા વકીલે દિપક સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar