Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત:પત્ની અને પૌત્રને ઇજા, સંબંધીના ઘરેથી પરત ફરતાં હતા ને હાથીજણ સર્કલ પાસે અકસ્માત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 5 views
ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત:પત્ની અને પૌત્રને ઇજા, સંબંધીના ઘરેથી પરત ફરતાં હતા ને હાથીજણ સર્કલ પાસે અકસ્માત
અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડ દંપતી અને પૌત્ર રોડ પર પટકાયા હતાં. જેમાં આધેડ પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ટ્રકે બાઇકને અડફેટે લેતા આધેડ દંપતી-પૌત્ર રોડ પર પટકાયા ઘોડાસરમાં રહેતા મેલાભાઈ ચૌહાણ ખેતીકામ કરતા હતા. ગત 9 ઓગસ્ટે પત્ની રંજનબેન અને 10 વર્ષીય પૌત્રને બાઇક લઈને હાથીજણ સર્કલ પાસે સંબંધીના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ઘરે જતા હતા ત્યારે હાથીજણ સર્કલ પાસે રિંગરોડ પર મામાદેવ ધાબાની સામે કટ પાસેથી પસાર થતા હતા. આ દરમ્યાન પુરઝડપે આવી રહેલ ટ્રકે બાઇકને અડફેટે લેતા આધેડ દંપતી અને પૌત્ર રોડ પર પટકાયા હતા. જ્યારે ટ્રકનું ટાયર મેલાભાઈ ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચાલક ટ્રક મૂકીને ફરાર, બે ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાયા અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થતા ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રંજનબેન અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે મૃતકની પત્નીએ ટ્રક ચાલક સામે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan