crime
તમિલનાડુ- તાંત્રિક પાસે 50 છોકરીઓના અશ્લીલ વીડિયો મળ્યા:હિડન કેમેરાથી રેકોર્ડિંગ કરી ડાર્ક વેબ પર વેચ્યા; પોલીસે ધરપકડ કરી
તમિલનાડુના સેલમમાં પોલીસે મહિલાઓ અને સગીર છોકરીઓનું યૌન શોષણ કરવાના આરોપમાં રવિવારે એક તાંત્રિકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિજયરાજા (50) વાઝાપાડી નજીક તંત્ર-મંત્ર કેન્દ્ર ચલાવતો હતો. તે પૂજા-પાઠ અને તંત્ર-મંત્રના નામે મહિલાઓ અને છોકરીઓના વીડિયો છુપાયેલા કેમેરાથી રેકોર્ડ કરતો હતો અને તેમને ડાર્ક વેબ પર વેચી દેતો હતો. આરોપી પાસેથી એક લેપટોપ મળી આવ્યું હતું, જેમાં મહિલાઓ અને શાળાની વિદ્યાર્થિનીઓના 50થી વધુ વીડિયો મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, કેટલીક મહિલાઓને કથિત રીતે નશીલા પદાર્થવાળું પાણી અથવા પ્રસાદ આપીને બેભાન હાલતમાં તેમના વીડિયો બનાવવામાં આવ્યા હતા. ફાળો લેવા પહોંચેલી વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરવાનો પ્રયાસ, ત્યારે જ પકડાઈ ગયો વિનાયક ચતુર્થી માટે ફાળો લેવા પહોંચેલી એક શાળાની વિદ્યાર્થીની સાથે તેણે કથિત રીતે છેડતી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ મામલો સામે આવ્યો. વિદ્યાર્થીનીએ ડરીને પોતાના પરિવારને જાણ કરી. ત્યાર બાદ પરિવારજનો અને સ્થાનિક યુવાનો તેના ‘શનીશ્વર’ નામના કેન્દ્ર પર પહોંચીને તેને પકડવાનો પ્રયાસ કર્યો. ભીડને જોઈને આરોપીએ પરિસરમાં તાળું મારી ત્યાંથી ભાગી ગયો. બાદમાં સ્થાનિક લોકોને તે નજીકમાં છુપાયેલો હોવાની જાણ થતાં તેને પકડીને વાઝાપાડી પોલીસને સોંપી દીધો. વાસણ બનાવતી ફેક્ટરી બંધ થઈ, કામ છૂટ્યું તો બાબા બની ગયો પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ વાસણ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેક્ટરી બંધ થયા બાદ તેણે પોતાને બાબા અને તંત્ર-મંત્રનો જાણકાર ગણાવવાનું શરૂ કર્યું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે એક વેબસાઇટ આવા વીડિયો બદલ તેને પૈસા આપતી હતી. તે મહિલાઓના વીડિયો બનાવીને તે વેબસાઇટ પર મોકલતો હતો. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક પણ સંડોવાયેલું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીનો મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે.
Read full article on Divya Bhaskar