top
સુરતમાં ખાડીપૂરના કાયમી નિવારણનો પ્લાન તૈયાર:188 કિ.મી. ખાડીનો ડ્રોન સર્વે, ખાડીઓ પહોળી કરવા અને પાણી ડાયવર્ટ કરવા નક્કર આયોજન
સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ અર્થે રચાયેલી ખાસ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર નિયંત્રણ માટે ચાલી રહેલી વિવિધ કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટ અને ટેકનિકલ એક્સપર્ટ ટીમ દ્વારા લીડાર (LiDAR) સર્વે અને ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ માટે સાઈટ વિઝિટ કરવામાં આવી છે. શહેર વિસ્તારની કુલ 188 કિલોમીટર ખાડીઓ પૈકી 180 કિલોમીટરમાં ડીજીપીએસ (DGPS) અને ડ્રોન સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે, જેમાંથી 75 કિલોમીટરના ડેટા પ્રોસેસ પણ થઈ ગયા છે. આગામી એક સપ્તાહમાં તમામ 188 કિલોમીટરની કામગીરી પૂરી કરી દેવાશે. પાણીને રીટેઈન કે ડાયવર્ટ કરવા ડિજિટલ સર્વે પૂર્ણ પ્રોજેક્ટને સચોટ બનાવવા નેશનલ હાઈવે, બ્રિજ, ડીએફસીસી સ્ટ્રક્ચર તેમજ સુરત-મુંબઈ એક્સપ્રેસવેના ડેટા મંજૂરી બાદ આગામી બે દિવસમાં કન્સલ્ટન્ટને પૂરા પાડવામાં આવશે. આ ઉપરાંત, પૂરના પાણીના યોગ્ય નિકાલ માટે બમરોલી સ્થિત બાયોડાયવર્સિટી પાર્કની 330 એકર જગ્યામાં પાણીને રીટેઈન કે ડાયવર્ટ કરવા ડિજિટલ સર્વે પૂર્ણ કરાયો છે. સાથોસાથ વરાછા ખાડીના પાણીને કોયલી ખાડીના બદલે ચીકુવાડી કલાકુંજ રિવર બ્રિજ નીચેના ફ્લડ ગેટ મારફતે સીધું તાપી નદીમાં ડાયવર્ટ કરવા માટેનો ડિટેઈલ સર્વે પણ પૂરો થઈ ગયો છે. વીકલી પ્રોગ્રેસ રિપોર્ટ કમિટીને અપાશે ખાડીની વહન ક્ષમતા વધારવા સિંચાઈ વિભાગ દ્વારા અલથાણ બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેનો વીકલી પ્રોગ્રેસ રિપોર્ટ કમિટીને અપાશે. આ સિવાય, પાંચ નોન-ટીપી વિસ્તારો પૈકી બુડિયા અને જિયાણ ખાતે આઈ.એલ.આર. દ્વારા સર્વે પૂર્ણ થયો છે અને બાકીના ત્રણ વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar