Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં જાહેરમાં હથિયારો સાથે ઉત્પાત મચાવનારા 6 અસામાજિક તત્વોને ડીંડોલી પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

📰 The Indian Express 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
સુરતમાં જાહેરમાં હથિયારો સાથે ઉત્પાત મચાવનારા 6 અસામાજિક તત્વોને ડીંડોલી પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેરમાં હથિયારો બતાવી સુલેહ-શાંતિનો ભંગ કરનારા અસામાજિક તત્વો સામે ડીંડોલી પોલીસે લાલ આંખ કરી છે. ગત 30 ઓગસ્ટ 2026 ની રાત્રે બનેલી ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કર્યા છે અને કાયદાનું ભાન કરાવ્યું છે. ડીંડોલી પોલીસની કડક કાર્યવાહી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. 30/08/2026ની રાત્રે કેટલાક ઇસમોએ જાહેરમાં હથિયારો સાથે સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ બાદ ડીંડોલી પોલીસે તાત્કાલિક ધોરણો CCTV ફૂટેજ તપાસ્યા હતા અને તેના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. જે બાદ ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સુરત ડીંડોલી પોલીસ હથિયાર સાથે 6 આરોપીઓની અટકાયત કરી છે. Photograph: (સોશિયલ મીડિયા) આ પણ વાંચો: ઉનાઈ માતાજી મંદિરના ગરમ પાણીના કુંડમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનું મોજું પકડાયેલા આરોપીઓ અક્ષય તુકારામ સોનવણે, ઉં.વ. 23 તુષાર ઉર્ફે ખ્વાજા દિલીપ ગાંગુડે, ઉં.વ. 23 પિન્ટુ બલેશ્વરસિંગ રાજપુત, ઉં.વ. 34 શુભમ ઉર્ફે માલ્યા દિપક ચૌહાણ, ઉં.વ. 20 ગોલુ હરી બંજારા, ઉં.વ. 20 સુમીત અશોક કામલે, ઉં.વ. 21 આ તમામ આરોપીઓ સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં GP Act કલમ 135 હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. જોકે હાલમાં જાહેરમાં હથિયારો સાથે શાંતિ ભંગ કરનારાઓ સામે ડીંડોલી પોલીસની ત્વરિત કાર્યવાહી કરી ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan