Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સુરતમાં 12 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત:ઘરબેઠા ઇ-ચલણનો દંડ ભરી શકાશે, સમાધાનપાત્ર કેસોના નિકાલ માટે વિશેષ તક

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
સુરતમાં 12 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત:ઘરબેઠા ઇ-ચલણનો દંડ ભરી શકાશે, સમાધાનપાત્ર કેસોના નિકાલ માટે વિશેષ તક
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી-NLSA અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી-GSLSના માર્ગદર્શન હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આગામી 12 સપ્ટેમ્બર 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. તેમાં ટ્રાફિકના પેન્ડિંગ ઇ-ચલણ સહિત સમાધાનપાત્ર કેસોના ઝડપી નિકાલ પર ભાર મૂકવામાં આવશે. વાહનચાલકોને બાકી મેમાની કાર્યવાહીમાંથી સરળતાથી રાહત મળે તે માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમાધાનથી કેસોના ઝડપી નિકાલનો પ્રયાસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે લોક અદાલતનો મુખ્ય હેતુ બંને પક્ષોની સહમતીથી વિવાદોનું સમાધાન કરાવવાનો છે. અહીં ટ્રાફિક ઇ-ચલણ ઉપરાંત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો અને પારિવારિક વિવાદો જેવા સમાધાનપાત્ર કેસોનો પણ નિકાલ કરવામાં આવશે. આ પ્રક્રિયાથી નાગરિકોને લાંબી કોર્ટ કાર્યવાહીમાં પડ્યા વગર ઝડપી રાહત મળી શકે છે. NICનું ઇ-ચલણ પોર્ટલ ફરી કાર્યરત ઇ-ચલણ પોર્ટલમાં અગાઉ ભારે ટ્રાફિક અને ટેકનિકલ સમસ્યાઓને કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી. હવે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા જરૂરી ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા છે અને પોર્ટલ કાર્યરત છે. જેના કારણે વાહનચાલકો હવે ઘરે બેઠા ઓનલાઇન માધ્યમથી પોતાના પેન્ડિંગ ઇ-ચલણનો દંડ ભરી શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પણ શરૂ ટ્રાફિક શાખાના ઇ-ચલણ વિભાગની જિજ્ઞાશાબેને જણાવ્યું હતું કે નેક્સ્ટ જનરેશન ઇ-ચલણ સિસ્ટમના અપડેટને કારણે 12 ઓગસ્ટથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બંધ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત ટ્રાફિક શાખાના સંકલન બાદ 8 સપ્ટેમ્બરથી આ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા મેમાની ભરપાઈ કરી શકાશે. ઓફલાઇન દંડ ભરવાની પણ વ્યવસ્થા જે વાહનચાલકો ઓનલાઇન દંડ ભરવા માંગતા ન હોય તેમના માટે ઓફલાઇન સુવિધા પણ રાખવામાં આવી છે. નાગરિકો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જૂના ચલણની ભરપાઈ કરી શકશે. ઉપરાંત 12 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાય ત્યારે જિલ્લા કોર્ટ ખાતે રૂબરૂ જઈને પણ દંડ ભરી શકાશે. વાહનચાલકોને લોક અદાલતનો લાભ લેવા અપીલ ટ્રાફિક શાખાના ભાનુબેન રબારી સહિત પોલીસ વિભાગે સુરતના વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ રાષ્ટ્રીય લોક અદાલતનો વધુમાં વધુ લાભ લે અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ટ્રાફિક મેમાનો નિકાલ કરાવે. ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો માટે બાકી દંડની કાર્યવાહી પૂર્ણ કરવી સરળ બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan