Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરત મનપામાં હોટમિક્સ વેસ્ટ પ્લાસ્ટિક કૌભાંડ અને વહીવટી અંધાધૂંધી:શાસકો અને તંત્ર પર સાયકલવાલાના પ્રહાર, એન્વાયરમેન્ટ ઈજનેરને કામ વગર પગાર આપવા મુદ્દે ગંભીર સવાલો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
સુરત મનપામાં હોટમિક્સ વેસ્ટ પ્લાસ્ટિક કૌભાંડ અને વહીવટી અંધાધૂંધી:શાસકો અને તંત્ર પર સાયકલવાલાના પ્રહાર, એન્વાયરમેન્ટ ઈજનેરને કામ વગર પગાર આપવા મુદ્દે ગંભીર સવાલો
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી હોટમિક્સ વેસ્ટ પ્લાસ્ટિકના નિકાલ અને પ્રોસેસિંગને લઈને વિવાદ ઘેરો બન્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ મુદ્દે સુરત મનપાના શાસકો, વહીવટી તંત્ર અને પર્યાવરણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગેરકાયદે વેસ્ટ આયાત અને આરોગ્યનું જોખમ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચીનથી દેશમાં ઈમ્પોર્ટ થઈને સુરતમાં પ્રવેશી રહ્યું છે. સાયકલવાલાએ આક્ષેપ કર્યો કે આ વેસ્ટનું વૈજ્ઞાનિક રિસાઈક્લિંગ શક્ય ન હોવાથી તેને સળગાવવાથી પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદે વેપાર બેરોકટોક ચાલતો હોવા છતાં મનપા તંત્ર મૌન રહીને તમાશો જોઈ રહ્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. અધિકારીના સાઈડ પોસ્ટિંગને લઈ વિરોધ વિભાગમાં છેલ્લા દોઢ વર્ષથી કાયમી કાર્યપાલક ઈજનેરને બદલે ઈન્ચાર્જ અધિકારીથી કામ ચલાવાઈ રહ્યું છે. અગાઉના કાયમી ઈજનેર જ્વલંત નાયકને રાજકીય કિન્નાખોરીના કારણે સરથાણા ઝોનમાં સાઈડલાઈન કરી દેવાયા હોવાનો દાવો કરાયો છે. સાયકલવાલાએ જણાવ્યું કે, જો અધિકારી ભ્રષ્ટ હતા તો સસ્પેન્ડ કરવા જોઈતા હતા, નહીં તો તેમની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અસલમ સાયકલવાલાએ શાસકો અને તંત્ર વચ્ચેના સંકલનના અભાવે પ્રજાનું આરોગ્ય જોખમાઈ રહ્યું હોવાનું જણાવી તાત્કાલિક કડક પગલાં લેવા માંગ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan