top
સુરત: આઉટર રિંગ રોડ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયાનો આક્ષેપ, SUDA અને SMCની કામગીરી શંકાના ઘેરામાં
સુરતના આઉટર રીંગરોડ પર કરોડોના ખર્ચે બની રહેલા 500 મીટરના બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. SUDA અને SMC દ્વારા બની રહેલા આ પુલમાં વપરાયેલા 5 લાખ બ્લોક નબળી ગુણવત્તાના હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર છુપાવવા અધિકારીઓએ રાતોરાત તૂટેલા બ્લોક પર થીંગડા માર્યા. આ મામલે ડેન્સિટી રિપોર્ટ માંગતા અધિકારીઓ ગોળગોળ જવાબ આપી રહ્યા છે.
Read full article on Gujaratsamachar