top
સુરેન્દ્રનગરને 55 કરોડની વિકાસ સહાય મળી:મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ કર્યો
સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. ૫૫ કરોડની વિકાસલક્ષી સહાય મંજૂર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને અન્ય લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રૂ. ૫૫ કરોડની સહાયનો ઉપયોગ શહેરના રસ્તા, પાણી, ગટર, સફાઈ, બગીચા અને અન્ય જાહેર સુવિધાઓ સહિતના પાયાના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. આનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. સરકાર દ્વારા મળેલી આ સહાયથી સુરેન્દ્રનગર વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બને તેવી અપેક્ષા છે. નાગરિકો પારદર્શક અને લોકહિતલક્ષી રીતે આ ભંડોળનો ઉપયોગ થાય તેવી આશા રાખી રહ્યા છે.
Read full article on Divya Bhaskar