Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ

📰 Sandesh 🕐 1 min read 📅 September 8, 2026 👁 3 views
Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ
સુરતના ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા ભયાનક ડંપર અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડંપરે બાઈક પર સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો અકસ્માતની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડંપર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે તેમજ અકસ્માત સર્જનાર ડંપરને પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડંપર ચાલક અત્યંત સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જોકે, ડંપર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ અકસ્માત સર્જીને એક માસૂમનો જીવ લેનાર ડંપર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલકના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ભરચક વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan