Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat News: પાંડેસરામાં SMCના કચરાના ડમ્પરે સાયકલ સવાર શ્રમિકને કચડ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 August 11, 2026 👁 5 views
Surat News: પાંડેસરામાં SMCના કચરાના ડમ્પરે સાયકલ સવાર શ્રમિકને કચડ્યો
સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં એક અત્યંત અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. સુરત મહાનગરપાલિકાનો કચરો લઈ જઈ રહેલા પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે રોડ પરથી સાયકલ લઈને પસાર થઈ રહેલા એક ગરીબ શ્રમિકને અડફેટે લીધો હતો. ડમ્પરનું ભારે ભરખમ પૈડું સાયકલ સવાર પર ફરી વળતાં શ્રમિકનું ઘટના સ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર અકસ્માત એટલો ભયાનક હતો કે, સાયકલનો કુરચેકુરચો નીકળી ગયો હતો અને શ્રમિકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, ગંભીર અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરે SMC ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ પાંડેસરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી આ બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર SMCના ડમ્પરને કબ્જે કરીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surat News: બિહારની હોટેલમાંથી APK ફાઈલથી ફ્રોડ કરતી જામતારા ગેંગના ચાર આરોપી ઝડપાયા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan