Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat News: બિહારની હોટેલમાંથી APK ફાઈલથી ફ્રોડ કરતી જામતારા ગેંગના ચાર આરોપી ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 11, 2026 👁 5 views
Surat News: બિહારની હોટેલમાંથી APK ફાઈલથી ફ્રોડ કરતી જામતારા ગેંગના ચાર આરોપી ઝડપાયા
દેશભરમાં APK ફાઈલના માધ્યમથી લોકોના મોબાઈલ ફોન હેક કરીને કરોડો રૂપિયાની સાયબર ઠગાઈ આચરતી કુખ્યાત જામતારા ગેંગનો સુરત સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે બિહારની એક હોટેલમાં દરોડો પાડીને ગેંગના 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી લીધું છે. આરોપીઓએ કુલ 336 જેટલી અલગ-અલગ ઘાતક APK ફાઈલનો ઉપયોગ કરીને દેશભરમાંથી 5613થી વધુ નિર્દોષ લોકોના સ્માર્ટફોન હેક કર્યા હતા.મોબાઈલ હેક કર્યા બાદ આરોપીઓ પીડિતોની બેંકિંગ વિગતો અને અંગત માહિતી મેળવીને ખાતા ખાલી કરી દેતા હતા. આરોપીઓ ગેરકાયદેસર APK ફાઈલો ખરીદતા હતા આ ગેંગે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી પણ વધુ રકમની વિરાટ સાયબર ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.સુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સતત પીછો કરીને બિહાર ખાતે દરોડો પાડ્યો હતો.જ્યાં એક હોટેલમાંથી આરોપી જહીલ અન્સારી ઉર્ફે ચાંદ, સમીર શક્તિમાન, આદિત્ય અને રાજન કુમારની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે,આ આરોપીઓ પોતે સાયબર ગુના આચરવા માટે પ્રોફેશનલ એપ્લિકેશન ડેવલપર્સ પાસેથી ગેરકાયદેસર APK ફાઈલો ખરીદતા હતા. ઠગાઈ કરતી અન્ય ગેંગોને ઊંચા ભાવે વેચતા ત્યારબાદ આ ફાઈલો સાયબર માફિયાઓ અને ઠગાઈ કરતી અન્ય ગેંગોને ઊંચા ભાવે વેચતા હતા.સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી સાયબર ક્ષેત્રે મોટું કૌભાંડ આચરનારા તત્વોમાં ભારે ફાળ પડી છે.હાલમાં પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જેમાં અન્ય કેટલાક મોટા નામો અને સાયબર ગુનાઓનો પર્દાફાશ થવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Gandhhinagar News: CM ભૂપેન્દ્ર પટેલે મનપા અને પાલિકાઓને વિકાસ કામો માટે 3850 કરોડની રકમના ચેક આપ્યા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan