crime
Surat News : AIથી ડુપ્લિકેટ RC બુક બનાવી ચોરીના વાહનો વેચતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી પકડાયા
સુરત શહેરમાં વાહનચોરી કરીને તેને વેચવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી એક અત્યંત શાતીર ગેંગનો લિંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે દરોડો પાડીને આ ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીની 12 મોટરસાઈકલ સહિત કુલ રૂ.4.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ચોરી કરેલા વાહનોને સરળતાથી અને ઊંચા ભાવે વેચવા માટે AI સોફ્ટવેર અને એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. વાહનચોરીના કુલ 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ઓરિજિનલ જેવી જ આબેહૂબ ડુપ્લિકેટ આરસી બુક બનાવી લેતા હતા.આ બનાવટી કાગળો બતાવીને તેઓ નિર્દોષ લોકોને જાળમાં ફસાવતા અને ચોરીના વાહનો અસલી હોવાનું કહીને વેચી દેતા હતા. લિંબાયત પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા.આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આચરેલી વાહનચોરીના કુલ 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. 4.95 લાખની કિંમતની 12 ચોરાઉ બાઈકો જપ્ત પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.4.95 લાખની કિંમતની 12 ચોરાઉ બાઈકો જપ્ત કરી છે.આરોપીઓ અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને AI નિર્મિત ડુપ્લિકેટ કાગળોના આધારે વાહનો વેચી ચૂક્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ,તે દિશામાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત, પોલીસે સામાન્ય નાગરિકોને પણ સેકન્ડ હેન્ડ વાહન ખરીદતી વખતે તેના કાગળોની કાળજીપૂર્વક ચકાસણી કરવા અપીલ કરી છે. આ પણ વાંચોઃ Mahisagar News: ભારે વરસાદથી લુણાવાડાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, 22 દર્દીઓ ફસાયા
Read full article on Sandesh