Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surat News: અલથાણા પોલીસે 1.36 લાખના ગાંજા સાથે પૂનમભાઈ બહેરાને ઝડપ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 September 9, 2026 👁 4 views
Surat News: અલથાણા પોલીસે 1.36 લાખના ગાંજા સાથે પૂનમભાઈ બહેરાને ઝડપ્યો
સુરત શહેરમાં નશાકારક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અલથાણા પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પૂનમભાઈ બહેરા નામના ઈસમની ધરપકડ કરી છે. 2.720 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત પોલીસની આ સફળ કામગીરી દરમિયાન આરોપી પૂનમભાઈ પાસેથી રૂ. 1,36,000 ની કિંમતનો કુલ 2.720 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,37,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અગાઉ પણ બે વખત ઝડપાઈ ચૂક્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી પૂનમભાઈ બહેરા રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તે બે વખત ગાંજાના વેચાણ અને હેરાફેરીના કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનના હાથે જ ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેણે ફરીથી આ ગેરકાયદે કાળો કારોબાર શરૂ કરી દીધો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ પોલીસે આરોપી પૂનમભાઈ બહેરા વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ પણ વાંચો: Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan