Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

subhash chandraની NCLATમાં દલીલ, ₹6.5 કરોડની ચુકવણીના અહેવાલોથી થઈ બદનામી

📰 Sandesh 🕐 1 min read 📅 September 2, 2026 👁 2 views
subhash chandraની NCLATમાં દલીલ, ₹6.5 કરોડની ચુકવણીના અહેવાલોથી થઈ બદનામી
Subhash Chandra case: મીડિયા બેરન અને એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાએ બુધવારે NCLAT સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે 22,006 કરોડ રૂપિયાથી વધુના લેણદારોના દાવા સામે 6.5 કરોડ રૂપિયાની ચુકવણી યોજના અંગેના અહેવાલોને કારણે સમગ્ર દેશમાં તેમની બદનામી થઈ છે. ચંદ્રાના વકીલ સસ્મિત પાત્રાએ કહ્યું કે આ યોજનાને મંજૂરી આપતો હજુ સુધી કોઈ અંતિમ આદેશ આવ્યો નથી. વકીલે ‘મીડિયા ટ્રાયલ’નો મુદ્દો ઉઠાવ્યો સસ્મિત પાત્રાએ કહ્યું કે આ કાર્યવાહી બાદ મીડિયા ટ્રાયલ જેવી સ્થિતિ બની છે અને તેના કારણે સુભાષ ચંદ્રાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. તેમના કહેવા પ્રમાણે, છેલ્લા 15 દિવસથી દેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સુભાષ ચંદ્રાએ 6.5 કરોડ રૂપિયાને 22 હજાર કરોડ રૂપિયામાં ફેરવી દીધા છે, જ્યારે આ કેસમાં હજુ કોઈ અંતિમ આદેશ જ નથી. લેણદારો તરફથી તુષાર મહેતાનો વિરોધ લેણદારો તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે NCLATની કાર્યવાહીનો ઉપયોગ મીડિયામાં નિવેદનો આપવા માટે ન થવો જોઈએ. ટ્રિબ્યુનલે કહ્યું કે સુભાષ ચંદ્રાને પોતાની ફરિયાદ હોય તો તેઓ NCLT સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે, જ્યાં દિવાળિયાપણાની કાર્યવાહી ચાલી રહી છે. 5 સભ્યોની બેન્ચ પર સવાલ સસ્મિત પાત્રાએ ચુકવણી યોજના પર ફરીથી વિચાર કરવા માટે NCLT દ્વારા 5 સભ્યોની બેન્ચ બનાવવામાં આવી તે અંગે સવાલ ઉઠાવ્યો. તેમણે કંપનીઝ એક્ટ, 2013ની કલમ 419(5)નો ઉલ્લેખ કરીને કહ્યું કે આ કલમનો વિસ્તાર મર્યાદિત છે અને તેના આધારે NCLTને 5 સભ્યોની બેન્ચ બનાવવાની સત્તા મળે છે કે નહીં તે સ્પષ્ટ નથી. ચંદ્રાના વકીલે NCLTના જ્યુડિશિયલ મેમ્બર નીલેશ શર્માના 25 ઓગસ્ટના અભિપ્રાય પર 5 સભ્યોની બેન્ચ દ્વારા રોક લગાવવામાં આવી તે અંગે પણ સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે આ બેન્ચ કયા અધિકાર હેઠળ એકસાથે બેઠી અને કઈ કાર્યવાહી બાદ એક સભ્યના અભિપ્રાય પર રોક લગાવવામાં આવી? બે સભ્યોની મુખ્ય બાબતો પર સહમતી તુષાર મહેતાએ કહ્યું કે ચુકવણી યોજના પર વિચાર કરનારા NCLTના ત્રણ સભ્યોના મત અલગ-અલગ હતા. જોકે, સસ્મિત પાત્રાએ તેનો વિરોધ કરતાં કહ્યું કે જ્યુડિશિયલ મેમ્બર અશોક કુમાર ભારદ્વાજ અને નીલેશ શર્મા ચુકવણી યોજનાને મંજૂરી આપવાના પક્ષમાં હતા અને IBCની કલમ 79 હેઠળની પાત્રતા અંગે પણ બંને સહમત હતા. ભારદ્વાજનું માનવું હતું કે જે લેણદારોએ ચુકવણી યોજનાને સ્વીકારી છે તેમના પર યોજના લાગુ કરી શકાય અને અસહમત લેણદારોને વસૂલાત માટે અન્ય કાયદાકીય રસ્તા અપનાવવાની છૂટ હોવી જોઈએ. બીજી તરફ, નીલેશ શર્માનું માનવું હતું કે IBCની કલમ 115 મુજબ ચુકવણી યોજના તમામ લેણદારો પર લાગુ થવી જોઈએ, તેઓ સહમત હોય કે અસહમત. NCLATએ ચંદ્રાને અલગથી પડકારવાની છૂટ બતાવી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ NCLATએ કહ્યું કે લેણદારોની અપીલમાં 5 સભ્યોની NCLT બેન્ચની રચનાની કાયદેસરતાને સીધી રીતે પડકારવામાં આવી નથી. ટ્રિબ્યુનલે કહ્યું કે સુભાષ ચંદ્રાને વાંધો હોય તો તેઓ 1 સપ્ટેમ્બરના આદેશને અલગથી પડકારી શકે છે. તુષાર મહેતાએ શરૂઆતમાં લેણદારોની અપીલ પાછી ખેંચવાની મંજૂરી માગી હતી. સાથે જ જરૂર પડે તો ભવિષ્યમાં આ અપીલો ફરી શરૂ કરવાની પરવાનગી પણ માગવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે 5 સભ્યોની NCLT બેન્ચે નીલેશ શર્માના અભિપ્રાય પર રોક લગાવીને કેસની ફરી સુનાવણી કરવાનો નિર્ણય લીધો હોવાથી અપીલો પર હાલ તાત્કાલિક નિર્ણય જરૂરી નથી. સુભાષ ચંદ્રાના વકીલે અપીલ પાછી ખેંચવાનો વિરોધ કર્યો સસ્મિત પાત્રાએ અપીલો પાછી ખેંચીને બાદમાં ફરી શરૂ કરવાની મંજૂરી આપવાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ અપીલો જ યોગ્ય આધાર પર નથી, કારણ કે નીલેશ શર્માનો અભિપ્રાય ક્યારેય NCLTના અંતિમ આદેશમાં બદલાયો નહોતો. બાદમાં તુષાર મહેતાએ અપીલો પાછી ખેંચવાની માંગ પર આગ્રહ ન રાખ્યો અને અપીલોને પેન્ડિંગ રાખવાની વિનંતી કરી. NCLATએ આ વિનંતી સ્વીકારી છે. હવે આ કેસની આગામી સુનાવણી 7 ઓક્ટોબરે થશે. આ પણ વાંચો: સુભાષ ચંદ્રા પોતાની સંપત્તિ હવે વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan