top
ST બસના ચાલકે 'બાટલી'નો આપ્યો ઓર્ડર ?
રાજ્યમાં દારુબંધીના લીરે લીરા ઉડાડતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાવા પ્રમાણે કથિત વીડિયો ઉના ST ડેપોનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે ST બસનો ચાલક એક સ્કૂટર સવાર પાસેથી દારુની ખરીદી કરી રહ્યો છે. આ ઘટનાને જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. મહત્વનું છે કે ટુવ્હીલર ચાલક પોતાના સ્કૂટરની ડેકીમાંથી દારુ કાઢીને ST નિગમના કર્મચારીને આપી રહ્યો છે. દાવા પ્રમાણે વીડિયોમાં જોવા મળતો શખ્સ રાજુલા-જુનાગઢ બસનો ચાલક હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on News18 Gujarati