crime
સોનગઢ પોલીસે એમ.ડી. ડ્રગ્સ સપ્લાયરને ઝડપ્યો:NDPS કેસમાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી દબોચાયો
તાપી જિલ્લાના સોનગઢ પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરી છે. NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપી પરવેઝ શેખને મહારાષ્ટ્રના ભુસાવલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસ 25 જુલાઈ 2026નો છે, જ્યારે સોનગઢ વિસ્તારમાંથી સચીનભાઈ ભિખાભાઈ ભોઈ નામના શખ્સને 4.92 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન સચીને કબૂલ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો તેને મહારાષ્ટ્રના ભુસાવલના પરવેઝ શેખે આપ્યો હતો. આરોપી પરવેઝ શેખને ઝડપી પાડવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. ઢોલાએ એક ખાસ ટીમ બનાવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌધરી અને તેમની ટીમે આરોપીના મોબાઈલની કોલ ડિટેલ, ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયાના આધારે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વારંવાર ભુસાવલ રેલ્વે સ્ટેશન પર આવતો હતો. આ બાતમીના આધારે પોલીસે ભુસાવલ ખાતે દરોડો પાડી 32 વર્ષીય પરવેઝ ઈસ્લાઉદિન શેખને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરવેઝ શેખે અગાઉ પકડાયેલા આરોપીને ડ્રગ્સ સપ્લાય કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી છે.
Read full article on Divya Bhaskar