Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

સોનાનો દોરો લૂંટનાર બે આરોપો દોષિત:અમદાવાદની કોર્ટે બંનેને 05-05 વર્ષની કેદ તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
સોનાનો દોરો લૂંટનાર બે આરોપો દોષિત:અમદાવાદની કોર્ટે બંનેને 05-05 વર્ષની કેદ તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો
અમદાવાદની કોર્ટે ભાવિક દરજી અને શૈલેષ પરમારને સોનાનો દોરો લૂંટવાના કેસમાં 05-05 વર્ષ કેદની સજા ફટકારી છે. બંને આરોપીઓ સામે નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બંને આરોપીઓને સજા ફટકારતા કોર્ટે સરકારી વકીલ કલ્પેશ.પી.પાઠકની દલીલો, 09 સાહેદ અને 05 પુરાવા ધ્યાને લીધા હતા. શું છે સમગ્ર કેસ? કેસને વિગતે જોઈઓ તો ફરીયાદી ઉષાબેન ચૌધરી જેઓ જયાનંદ સોસાયટી, કૃષ્ણનગર, નરોડા ખાતે રહે છે. તેઓ 11 ઓક્ટોબર, 2009 ના રોજ સવારના 07 વાગે તેમના પતિ સાથે રાધાસ્વામીના મંદિરે દર્શન કરી ચાલતા પરત આવતા હતા. ત્યારે 07.30 વાગે બન્ને શખ્સો મોટર સાયકલ પર આવ્યાં હતા અને પાછળ બેઠેલા ઇસમે ફરીયાદીએ પહેરેલા સોનાના દોઢ તોલા વજનનો દોરો ખેંચી લૂંટ કરી હતી. તે સમયે બુમાબુમ થતા ટોળું ભેગુ થતા હાલના આરોપીઓને પકડી લીધા હતા. તેમજ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. ત્યારબાદ બંને આરોપી વિરુધ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોધાઇ હતી. ફરીયાદીના પાસેથી દોરો ઝૂંટવી લેનાર ઇસમનું નામ ભાવિક દરજી હતું. તેમજ મોટર સાયકલ ચાલકનું નામ શૈલેષકુમાર મહેન્દ્ર પરમાર હતું. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે બંને આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો સાબિત થાય છે. આરોપીઓને કાયદા મુજબ મહતમ સજા કરવામાં આવે તો ગુનેગાર ગુનો કરતા અટકશે અને સમાજમાં શાંતિ અને સલામતી માટે કાયદા મુજબ મહતમ સજા કરવી જોઈએ, જેથી સમાજમાં દાખલો બેસે. બન્ને આરોપીઓને 10-10 હજારનો દંડ પણ ફટકાર્યો આ કેસમાં સરકારી વકીલની રજુઆત ધ્યાને લઈ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એન.એન.રાવલે બંને આરોપીઓને ગુનો સાબિત માની લૂંટના ગુનામાં તથા મદદગારીમાં 05-05 વર્ષની સખત કેદની સજા તેમજ 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસનો ચુકાદો આવતા 17 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan