Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મર્ડર કેસનો ફરાર આરોપી પકડાયો:નવસારી SOGએ મજૂર બની દિલધડક ઓપરેશન પાર પાડ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 6 views
મર્ડર કેસનો ફરાર આરોપી પકડાયો:નવસારી SOGએ મજૂર બની દિલધડક ઓપરેશન પાર પાડ્યું
નવસારી SOG ટીમે ગણદેવીના મર્ડર કેસમાં વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયેલા કાચા કામના કેદી હર્ષ ઉર્ફે ચીકો ઉર્ફે સિકંદર લક્ષમણ ગોવિંદ ટંડેલને ઝડપી પાડ્યો છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ગણદેવી તાલુકાના અમલસાડ ખાતેથી દિલધડક ઓપરેશન પાર પાડી આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. જામીન પૂર્ણ થયા બાદ થયો હતો ફરાર હર્ષ ટંડેલ સામે ગણદેવી પોલીસ સ્ટેશનમાં મર્ડર, ષડયંત્ર અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. ગુજરાત હાઈકોર્ટે તેને 19 જુલાઈથી 25 જુલાઈ સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, 26 જુલાઈના રોજ લાજપોર જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સથી સચોટ માહિતી મળી SOGના હેડ કોન્સ્ટેબલ ભક્તેશભાઈ અને કોન્સ્ટેબલ પ્રદિપકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી અમલસાડના બરોડિયા વાસમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે પોતાની પત્નીના પિયરમાં છુપાયો છે. તે દિવસ દરમિયાન બહાર રહેતો પરંતુ વહેલી સવારે ઘરે નાહવા આવતો હતો. ટેકનિકલ સર્વેલન્સથી આ વિગતની પુષ્ટિ કરાઈ હતી. પોલીસ ટીમે ચપળતાપૂર્વક આરોપીને દબોચ્યો સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંઘ અને નવસારી એસપી રાહુલ પટેલના નિર્દેશ હેઠળ રચાયેલા એક્શન પ્લાન મુજબ, SOGની ટીમે ગામમાં મજૂરનું રૂપ ધારણ કરી છટકું ગોઠવ્યું હતું અને આરોપીને ઝડપી લીધો હતો. આ સફળ કામગીરીમાં PI આર.એસ. પટેલ, આર.જી. વસાવા તથા SOGના અન્ય જવાનો જોડાયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan